Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ચોરે પોલીસને ત્યાં ચોરી કરી દિલગીરી વ્યકત કરતો પત્ર મૂકયો

મિત્રનો જીવ બચાવવાનો હોવાથી ચોરી કરૂ છું, નાણા પરત કરવાની ખાતરી આપી

ભીંડ,તા.૮: મધ્યપ્રદેશના ભીંડ શહેરમાં ચોરે પોલીસના ઘરે ત્રાટકયો હતો. જો કે તેણે પાછો દિલગીરી વ્યકત કરતો પત્ર પણ મૂકયો હતો અને જણાવ્યું હરતું કે તેણે આ કાર્ય તેના મિત્રનો જીવ બચાવવા કરવું પડી રહ્યુ છે અને તે ચોરાયેલા નાણા પરત કરી દેશે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

ચોરી હાલમાં છત્ત્।ીસગઢમાં ફરજ બજાવી રહેલા પોલીસના ઘરે થઈ હતી. તેનું કુટુંબ ભીંડ શહેરમાં રહે છે. આ ઘટના કોટવાલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સેપ્કટર (એએસઆઇ) કમલેશ કટારે સાથે બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ ચોર એક પત્ર મૂકીને ગયો હતો, જેમા તેણે કહ્યું હતું કે દિલગીર છું મિત્ર, પણ આ એક ફરજ છે. મારે આમ ન કરવુ જોઈએ, પણ જો હું આ ન કરું તો મારા મિત્રનો જીવ જાય તેમ છે. ચિંતા ન કરો. હું તમને પરત ફરીશ ત્યારે નાણા પરત આપીશ.

પોલીસ કર્મચારીના પત્ની અને બાળકો ૩૦મી જુનના રોજ સંબંધીના ઘરે ગયા હતા અને સોમવારે રાત્રે પરત ફર્યા હતા. તેમણે તે સમયે રુમનું તાળુ તૂટેલું જોય અને બધી વસ્તુઓ વિખરાયેલી જોઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું.

ચોરે કેટલાક સોના અને ચાંદીના ઘરેણા ચોર્યા હતા. આ અંગે શંકા વ્યકત કરવામાં આવી રહી છે કે કુટુંબના કોઈ જાણભેદુએ જ ચોરી કરી હોઈ શકે. ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(10:25 am IST)