Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

વિસંગતતા : ITમાં વાર્ષિક એક અને GSTમાં ૧૨ રિટર્ન છતાં દંડ અલગ

ઇન્કમટેકસમાં રિટર્ન મોડું ભરવામાં આવે તો વધુમાં વધુ દંડ ૧૦ હજાર : જીએસટીમાં રિટર્ન મોડું ભરવામાં આવે તો દર વર્ષે ૧.૨૦ લાખની વસૂલાત

નવી દિલ્હી,તા.૮ : સરકારી કાયદામાં વિસંગતતાને કારણે કરદાતાઓએ પરેશાની વેઠવાની નોબત આવતી હોય છે. કારણ કે ઇન્કમટેકસમાં દર વર્ષે રિટર્ન ભરવાનું હોય છે. તેની સામે જીએસટીમાં દર મહિને રિટર્ન ભરવાનું હોય છે, પરંતુ આઇટી રિટર્ન વાર્ષિક ભરવાનું હોવા છતાં તેમાં વધુમાં વધુ દંડની જોગવાઇ ૧૦ હજાર છે. જયારે જીએસટીમાં દર મહિને ૧૦ હજારની વધુમાં વધુ વસૂલાત કરવામાં આવતી હોય છે. જેથી વાર્ષિક રીતે ગણતરી કરવામાં આવે તો વેપારીએ મોડું રિટર્ન ભરવા બદલ જ ૧.૨૦ લાખ રૂપિયા ભરવા પડતા હોય છે. કેન્દ્ર સરકારના જ બે કાયદામાં દંડની વિસંગતતાને કારણે કરદાતાઓના ખિસ્સા વધુ ખાલી કરવામાં આવી રહ્યા છે. કારણ કે ઇન્કમટેકસનું રિટર્ન વર્ષમાં એક જ વખત ભરપાઇ કરવાનું હોય છે. જો તે રિટર્ન ભરવામાં મોડું થાય તો કરદાતા પાસે વધુમાં વધુ ૧૦ હજારનો દંડ વસૂલ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.

  • જીએસટીમાં દંડ વસૂલાત માટેના આકરા નિયમ

જીએસટીમાં દર મહિને અને દર ત્રણ મહિને રિટર્ન ભરવાની જોગવાઇ છે. આ ઉપરાંત વાર્ષિક રિટર્ન પણ ભરવાનું હોય છે. તેમાં વધૂમાં વધુ ૧૦ હજારના દંડનો નિયમ છે. જેથી વાર્ષિક ગણતરી કરવામાં આવે તો ૧,૨૦ લાખની વસુલાત દંડ પેટે જ કરાય છે. જયારે આગામી દિવસોમાં જીએસટીઆર ૧ મોડું ભરવા માટે પણ દડ વસુલાતનો નિયમ લાગુ થાય તો બીજા ૧૦ હજાર દર મહિને ભરવા પડે તેમ છે. જેથી બંને રિટર્નની ગણતરી કરીએ તો વાર્ષિક ૨.૪૦ લાખ તો દંડ પેટે જ વસુલી લેવાશે.

(10:25 am IST)