Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

માનવ અધિકારોની રક્ષા માટે દેશના દરેક જીલ્લામાં હયુમન રાઇટસ કોર્ટ શરૃ કરોઃ સુપ્રિમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટીસ

ન્યુ દિલ્હીઃ માનવ અધિકારોની રક્ષા માટે દેશના દરેક જીલ્લામાં હયુમન રાઇટસ કોર્ટ શરૃ કરવા સુપ્રિમ કોર્ટએ કેન્દ્ર સરકાનરે નોટીસ પાઠવી છે.

ભાવિક ફોર નામક એક લો સ્ટુડન્ટએ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી પિટીશનના અનુસંધાને ચિફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઇ તથા જસ્ટીસ શ્રી દિપક ગુપ્તા તથા શ્રી અનિરૃધ્ધ બોઝની બેન્ચે હયુમન રાઇટસ એકટ ૧૯૯૩ મુજબ કેન્દ્ર સરકાર તથા પિટીશન દાખલ કરનાર સ્ટેટને નોટીસ પાઠવી ઉપરોકત ખુલાસો માંગ્યો છે. તેવું B એન્ડ B દ્વારા જાણવા મળે છે.

(8:47 pm IST)