Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કર્ણાટકના રાજીનામાં આપનારા ધારાસભ્યો મુંબઈથી ગોવા ઉપડ્યાં:ડીકે શિવકુમાર પાછા લાવવા પહોંચ્યા

જેડીએસના ધારાસભ્યોને પણ તાજ વેસ્ટ એન્ડ હોટલમાંથી બસમાં બેસાડીને દેવનાહલ્લીમાં નાંદી હિલ્સ રોડ પર આવેલી ગોલ્ફશાયર હોટલમાં ખસેડાયા

કર્ણાટક કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો મુંબઇથી ગોવા રવાના થયા છે. અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે જ છે. હાલ તમામ ગોવા જઇ રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ નેતા ડી કે શિવકુમાર ધારાસભ્યોને પાછા લાવવા માટે મુંબઇ રવાના થયા છે

ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કે.સી. વેણુગોપાલ અને મલ્લિકાર્જુન ખડગે બેંગલુરુમાં બેઠકો કરી રહ્યા છે. તો બીજી બળવાખોરોની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે. કોંગ્રેસના વધુ એક બળવાખોર નેતા ડી.કે. શિવકુમાર પણ મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને મુંબઈમાં રહેલા અન્ય બળવાખોર નેતાઓને મળવા દોડી આવ્યા છે.

   બીજી તરફ મુંબઈમાં રહેલા તમામ બળવાખોરોને હવે ગોવા લઈ જવામાં આવ્યા છે. 14 બળવાખોરોમાંથી 10 કોંગ્રેસના છે, 2 જનતાદળ(એસ)ના અને 2 અપક્ષ ધારાસભ્ય છે. તેઓ સાંજે 5.00 કલાકે ગોવા જવા રવાના થઈ ગયા છે.

બેંગલુરુમાં પણ જેડીએસ દ્વારા પાળ બાંધવામાં આવી રહી છે. જેડીએસ દ્વારા તેના તમામ ધારાસભ્યોને અગાઉ બેંગલુરુની જ તાજ વેસ્ટ એન્ડ હોટલમાં રાખવામાં આવ્યા હતા. હવે તેમને ત્યાંથી બસમાં બેસાડીને દેવનાહલ્લીમાં નાંદી હિલ્સ રોડ પર આવેલી ગોલ્ફશાયર હોટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. 

   અત્રે ઉલ્લેખનીય છે કર્ણાટકમાં એક પછી એક ઘણા ધારાસભ્યોના રાજીનામા આપવાથી કોંગ્રેસ-JDS ગઠબંધન સરકાર સંકટમાં મુકાઇ છે અપક્ષ ધારાસભ્ય નાગેશે મંત્રી પદે થી રાજીનામુ આપ્યું. બાદમાં કોંગ્રેસના તમામ 21 મંત્રીઓએ પણ મંત્રી પદ છોડી દીધું છે

   એઆઇસીસી મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસના મંત્રીઓએ સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું છે. મંત્રીમંડળમાં ફેરબદલને લઇને નિર્ણય પાર્ટી પર છોડી દેવો જોઇએ.

(10:05 pm IST)