Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

બાલાકોટ હવાઈ હુમલા બાદ ત્રાસવાદી ભયભીત

પાક સરકારના દબાણ હેઠળ કઠોર કાર્યવાહી : આતંકવાદી લીડર હાફિઝ સઇદ અને મસુદ અઝહર દ્વારા અફગાન બોર્ડર નજીક બેઝકેમ્પ શિફ્ટ કરવાની કવાયત

કાબુલ, તા. ૮ : ભારતીય હવાઈ દળ દ્વારા બાલાકોટમાં ઘુસીને કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ આતંકવાદીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં બેસીને આતંકવાદીઓની નર્સરી તૈયાર કરનાર જૈશે મોહમ્મદ અને લશ્કરે તોઇબા જેવા સંગઠન હવે ભારતીય બોર્ડરથી પોતાના બેઝકેમ્પ શિફ્ટ કરી રહ્યા છે. આ આતંકવાદી સંગઠનોએ અફઘાનિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે હવે હાથ મિલાવી લીધા છે. આ અંગે મળતી માહિતી મુજબ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના સંગઠન લશ્કરે તોઇબા અને પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરના સંગઠન જૈશે અફઘાનિસ્તાનના હક્કાની નેટવર્ક અને અફગાન તાલિબાન સાથે મિત્રતા કરી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન કાંધાર અને કુનારની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અફઘાનિસ્તાનમાં પોતાના બેઝકેમ્પને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આવું કરવા માટે પાકિસ્તાની સરકારનું દબાણ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.  આ વર્ષના અંત સુધીમાં પાકિસ્તાનને ટેરર ફંડિંગ પર નજર રાખનાર સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની સામે પોતાને બ્લેકલિસ્ટ બચાવવા માટેનો રહેલો છે. આમ દુનિયાની નજરમાં પાકિસ્તાનના કથિત એક્શનને બતાવવા માટે આતંકવાદી પોતાના ત્રાસવાદીઓ અને ટેરર કેમ્પોને અફગાન બોર્ડ પર શિફ્ટ કરી રહ્યા છે. ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસારકાંધાર સ્થિત ભારતીય વાણિજ્ય દુતાવાસમાં તાલિબાની હુમલાના ખતરાને લઇને હાઈએલર્ટ પર મુકવામાં આવી રહ્યા છે. ગુપ્તચરો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, હક્કાની નેટવર્કે વર્ષની શરૂઆતમાં જૈશના લીડર મસુદ અઝહરને અફઘાનિસ્તાનમાં પનાહ આપવાની પણ ઓફર કરી હતી.

(7:37 pm IST)