Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

પાકીસ્તાનમાં છુપાઇને બેઠેલા આતંકીઓની હવે ખેર નથીઃ ભારત ખરીદશે ગાઇડેડ બોમ્બ

 પુલવામા આતંકી હુમલા બાદ ઉબી થયેલી સ્થિતિનો સામનો કરવા માટે ભારતીય સેના અત્યંત ઘાતક અને ચોક્કસ નિશાને હુમલા કરી દુશ્મનોને મોતને ઘાટ ઉતારવા માટે ઘાતક બોમ્બ ખરીદવા જઈ રહી છે. આંબા અંતર સુધી પ્રહાર કરનારી તોપોતમાં આ દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવશે. આ બોમ્બની ખાસીયત એ છે કે, છેક ૫૦ કિલોમીટર દૂરથી અત્યંત ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં પણ એકસકૈબિબર ગાઈડેડ બોમ્બ સરળતાથી દુશ્મનને પોતાનું નિશાન બનાવી શકે છે.

 ભારતીય સેના ઈમરજન્સી ખરીદ પ્રક્રિયાને અંતર્ગત અમેરિકા પાસેથી પેકસકેલિબર આર્ટિલરી એમ્યુનિશન ખરીદવાની યોજના બનાવી રહી છે. હથિયાર પ્રણાલીઓ અને દ્દારૂગોળો ખરીદવા માટે રહેલા ઈમરજન્સી અધિકારો અંતર્ગત આ ખરીદની સમીક્ષા કરવામાં આવી રહી છે. જેથી કરીને પુલવામા હુમલા બાદ ઉભી થયેલી પરિસ્થિત માટે તૈયારીઓ વધુ સારી રીતે કરી શકાય. આ દારૂગોળો નિયંત્રણ રેખા પર તૈનાત યૂનિટો માટે ખરીદવામાં આવી રહ્યો છે જયાંથી પાકિસ્તાન તરફ ગોળીબાર થતો રહે છે.

આ બોમ્બ હવામાં અને બંકર જેવા માળખામાં દ્યુસ્યા બાદ પણ જોરદાર ધડાકો કરી શકે છે. તાજેતરમાં જ યોજાયેલી એક બેઠકમાં સેનાએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને અમેરિકા પાસેથી આ ગાઈડેડ એમ્યુનિશનની ખરીદીની યોજના વિશે જાણકારી આપી હતી. જે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીને ૫૦ કિલોમીટર દૂરથી જ દુશ્મનોના ઠેકાણાને નષ્ટ કરી શકે છે.

 ઉલ્લેખનીય છે કે, આ બોમ્બને અફઘાનિસ્તાનમાં યુદ્ઘ સમયે તોપથી છોદવામાં આવેલા ગોળાને ટાર્ગેટને એકદમ ચોક્કસ નિશાન બનાવવા માટે અમેરિકામાં વિકસીત કરવામાં આવ્યો હતો. અમેરિકાના સૈનિકો લગભગ બે દાયકાથી અફઘાનિસ્તાનમાં જંગ લડી રહ્યાં છે. બીજી બાજુ ભારતીય સેના અમેરિકામાં બનેલી M-૭૭ અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર તોપોની પણ ખરીદી પણ કરી રહી છે જેને એકસકૈલિબર એમ્યુનિશનને દાગવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના  સતત પોતાની તૈયારીઓને વધારે મજબુત બનાવી રહી છે. સ્પાઈક એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઈલો પણ ખરીદવામાં આવી રહી છે જે દુશ્મનોના બખ્તરબંધ ઠેકાણાઓને પણ ખેદાન મેદાન કરી શકે છે. યુદ્ઘની તિયારી માતે ભારતે તાજેતરમાં જ અનેક હથિયારો અને પોતાના ફાઈટર જેટ્સ વિમાનો માટે શસ્ત્રોસરંજામ ખરીઘા છે.

એરફોર્સની ખરીદીની આ યાદીમાં બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ઉપયોગમાં લેવામાં આવેલા સ્પાઈસ ૨૦૦૦ બોમ્બનો પણ સમાવેશ થાય છે, જેને ઈઝરાયેલે વિકસીત કર્યા છે. તેનું એકદમ લેટેસ્ટ વર્ઝન ભારત ખરીદી રહ્યું છે. એટલુ જ નહીં Mi-૩૫ અટેક હેલિકોપ્ટરો માટે સસ્ત્ર અટાકા એંટી-ટેંક ગાઈડેડ મિસાઈલ પણ ભારતીય વાયુસેનાના ભાથામાં ઉમેરાવવા જઈ રહી છે.

(4:01 pm IST)