Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

હવે ભારતમાં 'પારદર્શક' ચા-દૂધ લાવવાની તૈયારી

દેશની ડેરી કંપનીઓ કરી રહી છે વિચારણા

નવી દિલ્હી, તા. ૮ : તમે કોઈના ઘેર જાઓ અને ત્યાં તમને પાણી જેવી પારદર્શક ચા પીવડાવવામાં આવે તો તમે વિચારમાં જ પડી જવાના છો ! નવી-નવી ચીજથી ચકિત કરી રહેલી ભારતીય બજારમાં હવે પારદર્શી દૂધ અને પારદર્શી ચા ઉતારવાની તૈયારી ચાલી રહી છે. દેશની અમુક ડેરી કંપ્નીઓ આ પ્રકારના ઉત્પાદનોને બજારમાં લાવવાની સંભાવનાઓ પર વિચારણા કરી રહી છે.

ગ્રાહક માગના સર્વેક્ષણોમાં તેમને નફો દેખાય તો આવતાં બે વર્ષમાં શહેરી સુપરમાર્કેટ ચેઈનમાં આ પ્રકારનું બોટલપેક દૂધ અને તૈયાર ચા વેચાશે જેને જોઈને મીનરલ વોટરનો ભ્રમ ફેલાશે. વાસ્તવમાં છેલ્લા ત્રણ વર્ષમાં જાપાનમાં પાણી જેવી પારદર્શી ચા અને પારદર્શી દૂધનો ક્રેઝ ચાલી રહ્યો છે. કંપ્નીઓ માની રહી છે કે ભારતીય ગ્રાહક પણ આ પ્રકારની પ્રોડકટ પ્રત્યે આકર્ષીત થશે.

વિવિધ પીણા બનાવનારી જાપાની કંપ્ની સનટોરીએ પારદર્શી ચા અને પારદર્શી દૂધ વિકસિત કર્યા છે જેમણે જાપાનીઓને દ્યેલા કયિિ છે. કંપ્નીએ ૨૦૧૫જ્રાક્નત્ન પાણી જેવા રંગહિન, પારદર્શી કોલ્ડ્રીંકસ અને ફ્રટ જયુસ બજારમાં ઉતાર્યા હતા જે પારદર્શી ચા-દૂધની જેમ લોકપ્રિય બન્યા નહોતા. કંપ્નીએ આ પ્રકારની ચા-દૂધની કિંમત ૧૫૦ યેન (અંદાજે ૯૫ રૂપિયા) રાખ્યા હતા જેનો સામાન્ય ગ્રાહક પણ ઉપયોગ કરી શકતો હતો.

સનટોરીએ એપ્રિલ-૨૦૧૭જ્રાક્નત્ન પારદર્શી લેમન-ટી બજારમાં ઉતારી હતી. સપ્ટેમ્બરમાં મિનરલ વોટર જેવી દૂધની ચા લાવવામાં આવી હતી. ચામાં આસામના બગીચાની ચા પત્ત્।ીની ફ્લેવર હતી. જયારે લોકોએ કહ્યું કે સનટોરી લેમન-ટી અને દૂધવાળી ચાનો ફ્લેવર મેળવીને મિનરલ વોટર આપી રહી છે તો કંપ્નીએ ૨૦ સેકધડનો વીડિયો બનાવીને તેને જાહેર કર્યો હતો કે તે કેવી રીતે પારદર્શી ચા બનાવી રહી છે.

કંપ્નીએ એક તસવીર જારી કરીને સ્પષ્ટ કર્યું કે તે દૂધને પારદર્શી બનાવવા માટે અમુક એન્ઝાઈમ્સની મદદથી તેમાંથી સફેદ રંગનું મિલ્ક ફેટ અને પ્રોટીન હટાવી દે છે. ત્યારે લેકટોસ અને મિલ્ક મિનરલ યથાવત રહે છે જેનો રંગ પાણી જેવો હોય છે.

પારદર્શી ચામાં કેલેરી ઓછી હોય છે. કોફીન-ફેટ બિલકુલ હોતા નથી. જયારે દૂધથી મળનારા ન્યુટ્રીયન્ટ યથાવત રહે છે. સનટોરીએ પારદર્શી ચાને ઓફિસના ઉપયોગ માટે શ્રેષ્ઠ ગણાવી હતી. આ પ્રકારની ચા પીવાથી કર્મચારીઓને સ્ફૂર્તિ મળે છે. પારદર્શી દૂધને બાળકો ઠંડા પાણીની જેમ પીવે છે જેના કારણે માતા-પિતાની મુશ્કેલી પણ હલ થઈ જાય છે.

રંગહીન ચા-દૂધની લોકપ્રિયતાને કારણે કોકાકોલાએ પણ જાપાનમાં ઝુકવું પડયું હતું. હરિફાઈમાં ટકી રહેવા કંપ્નીએ પોતાના ડ્રીન્કને ભૂરા રંગને હટાવ્યો હતો.

(3:47 pm IST)