Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

દેશની વસ્તી થશે ૧.૫૧ અબજ

૨૦ વર્ષમાં બિહારની વસ્તી સોૈથી ઝડપી વધશે બિહારની વસ્તી ૨૦૪૧માં ૧૫ કરોડથી વધારે થશે

નવી દિલ્હી તા ૮  :  જે રાજયોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધરી રહી છે ત્યાં વસ્તી ઘટી રહી છે, પણ પછાત રાજયોની સ્થિતીમાં સુધારો થવાના અણસાર નથી દેખાતા. એક અંદાજ અનુસાર ૨૦૪૧માં બિહારની આબાદીમાં સોૈથી વધારો થશે અને તે મહારાષ્ટ્રને પાછળ મુકીને વસ્તીના હિસાબે દેશનું બીજા નંબરનું રાજય બની જશે.

સંસદમાં હાલમાં રજુ થયેલ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટમાં ચોંકાવનારી માહીતી બહાર આવી છે. તેના અનુસાર ૨૦ર૧ થી ૨૦૪૧ દરમ્યાન બિહારની વસ્તી ૧૫ કરોડથી પણ વધી જશે. વસ્તીના મામલે બિહારની આગળ  ફકત ઉત્તરપ્રદેશ હશે, જેની વસ્તી ૧૭.૩ વધીને ૨૬.૯ કરોડ થઇ જશે. દેશની કુલ વસ્તીમાં ૪૦ ટકા વસ્તી ફકત આ બે રાજયોની હશે.

જયારે મહારાષ્ટ્રમાં ફકત પ.૮ ટકા વસ્તી વધવાનું અનુમાન છે અને  તે ૧૨.૩૬ કરોડની વસ્તી સાથે બીજા નંબરનું રાજય બનશે. અત્યારે વસ્તીના આધારે મહારાષ્ટ્ર બીજા નંબર પર છે. ૨૦૨૧ થી ૨૦૪૧ દરમ્યાન ઝારખંડમાં ૧૮.૮ ટકા વસ્તી વધશે અને તે ૪.૪૬ કરોડ પર પહોંચશે, જયારે રાજસ્થાનમાં ૧૭.૮ ટકા અને મધ્યપ્રદેશમાં ૧૫ ટકા વસ્તી વધશે.

અંદાજ મુજબ ૨૦૩૧-૨૦૪૧ દરમ્યાન તામિલનાડુમાં વસ્તીમાં ઘટાડો થવાનું  શરૂ થઇ  જશે, જયાર ે આંધ્રપ્રદેશમાં વસ્તી વૃધ્ધિ દર શુન્ય પર પહોંચી જશે. કેરલ, કર્ણાટક, તેલગાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો વૃધ્ધિદર પણ ૦.૧ થી ૦.૨ ટકા થઇ જશે.

રિપોર્ટ અનુસાર, જે રાજયોનો વસ્તી વધારાનો દર ઘટવાના કારણે વસ્તી ઘટી રહી છે ત્યાં હવે સીનીયર સીટીઝનોની વસ્તીમાં વધારો થઇ રહયો છે. આવા રાજયોની વસ્તીના ૨૦ ટકા વધ્યો છે. જયારે યુવા વસ્તી ઘટી રહી છે, આના કારણે વસ્તી નિયંત્રણમાં સારો દેખાવ કરનારા રાજયો સામે નવા પ્રકારના પડકારો ઉભા થયા છે તેની સામે લડવા માટે તેમણે ખાસ વ્યવસ્થાઓ કરવી પડશે.

(3:41 pm IST)