Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

વિનિવેશ માટે ૨૯ કંપનીઓનું લીસ્ટ તૈયારઃ રૂ.૧.૦૫ લાખ કરોડ પ્રાપ્ત કરાશે

કંપનીઓની હિસ્સેદારી પ્રાઇવેટ કંપનીઓને વેંચી દેવાશે

નવી દિલ્હી તા.૮: મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં ડીસઇનવેસ્ટમેન્ટની ઝડપ વધારવા માંગે છે. આના માટે સરકારે ડીસઇન્વેસ્ટમેન્ટ અને સરકારી જમીનોના વેચાણ દ્વારા એક લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આના માટે સરકારે ૨૯ કંપનીઓની યાદી તૈયાર કરી છે. આ કંપનીઓની ભાગીદારી ખાનગી કંપનીઓને વેચીને પૈસા ભેગા કરવામાં આવશે.

ડીપાર્ટમેન્ટ ઓફ ડીસઇન્વેસ્ટમેન્ટ પબ્લીક એસેટ મેનેજમેન્ટના સચિવ અતુન ચક્રવર્તિએ જણાવ્યું કે સરકાર રણનૈતિક વેચાણની સાથેજ આવતા અઠવાડીયે વેચાણ માટેના ત્રણ નવા પ્રસ્તાવો રજૂ કરી શકે છે. તેમણે કહ્યું કે બજેટમાં આવા કેટલાક ઉપાયોની વાત કહેવાઇ છે જેમાં લીસ્ટેડ કંપનીઓમાં જનતાની ભાગીદારી વધારવાનું સામેલ છે, તેનાથી શેર બજારમાંથી પૈસા ભેગા કરવામાં મદદ મળશે. એર ઇન્ડીયાના વેચાણની જાહેરાત અગાઉ થઇ જગઇ છે. સરકાર કેટલીક જમીનોના વેચાણનો પ્રસ્તાવ રજૂ કરીને બજારની પ્રતિક્રિયા જોશે. ત્યાર પછી આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે.

કેન્દ્ર સરકારે ૨૦૧૯ના બજેટમાં ૧.૦૫ લાખ કરોડ રૂપિયા ડીસઇન્વેસ્ટમેન્ટ દ્વારા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વચગાળાના બજેટમાં ડીસઇન્વેસ્ટમેન્ટ દ્વારા ૯૦ હજાર કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રખાયું હતું. આમ સરકારે પહેલા નક્કી કરેલા લક્ષ્યમાં વધારો કર્યો છે. સરકાર વિભીન્ન સાર્વજનિક ઉપક્રમોમાં પોતાની ભાગીદારી વેચવા અને જમીનો વેચવા પર વધારે ભાર મુકશે.

(11:42 am IST)