Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

આતંકી બુરહાન વાનીની વરસી પર ભાગલાવાદીઓએ ઘાટીમાં બંધનું એલાન આપ્યું :બીજા દિવસે પણ અસર

ઘટીમાં આતંકવાદી હુમલાનું એલર્ટ : IED અને સ્નાઈપર્સનો ઉપયોગ કરી શકે

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આજે પણ ભાગલાવાદીઓએ બંધનું એલના આપ્યુ છે. જેથી સતત બીજા દિવસે ઘાટીમાં બંધની અસર જોવા મળી છે .હિજબુલ મુજાહિદ્દીના આતંકવાદી બુરહાન વાનીની વરસી પર ભાગલાવાદીઓએ ઘાટીમાં બંધનું એલાન આપ્યુ છે. જેથી ઘાટીમાં આતંકવાદી હુમલાનું એલર્ટ પણ છે.

    હિજબુલના આતંકવાદીઓ સેના પર હુમલો કરવાની ફિરાકમાં છે. જેથી સેનાને ઘાટીમાં એલર્ટ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આતંકવાદીઓ નાપાક હરકતને અંજામ આપવા IED અને સ્નાઈપર્સનો ઉપયોગ કરી શકે છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે 8 જુલાઈ, 2016ના રોજ અનંતનાગમાં થયેલી અથડામણમાં બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો. વાનીના મોત બાદ ઘાટીમાં અનેક દિવસો સુધી તણાવની સ્થિતિ પેદા થઈ હતી.

(10:59 am IST)