Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

રાજીનામાં આપનારા કર્ણાટકના ધારાસભ્યોનો મુંબઈમાં વિરોધ કરાયો : મુંબઈ યુથ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

સોફિટેલ હોટલની બહાર વિરોધ પ્રદર્શન કરતા યુથ કોંગ્રેસ વાઇસ પ્રેસિડેન્ટ સૂરજ સિંહ ઠાકુરસહીત અનેકની અટકાયત

મુંબઈ ;કર્ણાટકમાં રાજકીય સંકટ ઘેરાયું છે રાજીનામાં આપનારા ધારાસભ્યોને મુંબઈ લવાયા છે ત્યારે આ રાજીનામાં આપનારા ધારાસભ્યો સામે મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં

મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસ વાઇસ પ્રેસિડેન્ટ સૂરજ સિંહ ઠાકુરની ધરપકડ કરાઈ છે

  મુંબઇની સોફિટેલ હોટલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા સૂરજ સિંહ ઠાકુર સહિત ઘણા કોંગ્રેસ કોર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. યૂથ કોંગ્રેસ કાર્યકરો કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્યો પાસે રાજીનામુ પાછું લેવાની માગ કરતા હતા

    અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામીની સરકાર પર સંકટ છવાય ગયું છે.કોંગ્રેસ નારાજ ધારાસભ્યોને મનાવવા માટે પ્રયત્નો કરી રહીં છે ભાજપ પર ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

(12:00 am IST)