Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

રાષ્ટ્રીય રાજધાનીમાં JD(U)ની આજે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક: નીતીશના નિર્ણય અંગે ભાર સસ્‍પેન્‍શ

બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ (યૂનાઈટેડ)ના પ્રમુખ નીતીશ કુમાર રવિવારે જદ(યૂ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટી અધિકારીઓને સંબોધિત કરશે. આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં પાર્ટી આગળની રાજનીતિ નક્કી કરશે. રાષ્ટ્રીય રાજધાનીમાં જદ(યૂ) પહેલી વખત પોતાની કાર્યકારિણી આયોજિત કરી રહી છે.

જદ(યૂ)ની આ બેઠક બિહારમાં તેમની સહયોગી પાર્ટી ભારતયી જનતા પાર્ટીથી સીટોને લઈને ચાલી રહેલી તના-તની વચ્ચે મળી રહી છે. તમને જણાવી દઈએ કે, ૨૦૧૪ લોકસભા ચૂંટણીઓમાં જદ(યૂ) એકલા ચૂંટણી લડતા માત્ર ૨ બેઠકો પર પોતાની જીત હાંસલ કરી શકી હતી. જ્યારે ભાજપે ૨૨ સીટો પર પોતાની જીત હાંસલ કરી હતી. પરંતુ જેડી(યૂ) સતત આ વાતની માંગ કરી રહી છે કે બિહાર વિધાનસભામાં તેમની તાકાતને જોતા અમને વધારે સીટો ફાળવવામાં આવે.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપના 'મોટા ભાઈ'થી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ ક્રમમાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને ફોન કરી પર્યાપ્ત સંકેત આપી દીધા છે. બિહારના બદલતા રાજનૈતિક ઘટનાક્રમને જોતા ભાજપા અધ્યક્ષ અમિત શાહ તા.૧૨મી જુલાઈએ પટણા જઈ રહ્યા છે, જ્યાં તેમની મુલાકાત નીતીશ કુમાર સાથે થશે. આ મુલાકાત દરમિયાન નીતીશ ૨૦૧૯ લોકસભા ચૂંટણીઓને લઈને એનડીએમાં તેમની ભૂમિકા શું હશે તેના પર પોતાના મનની વાત કરશે.

(1:55 pm IST)