Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

કાશ્મીરમાં રાજયપાલ શાસન ચાલુ રહેશેઃ રામ માધવ

નવી દિલ્હીઃ પીડીપીના બળવાખોર ધારાસભ્યો સાથે મળીને ભાજપ જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવાને સક્રિય થયા હોવાના અહેવાલોને નકારતા પક્ષના  મહામંત્રી રામ માધવે જણાંવ્યું હતું કે ભાજપ તો શાંતિ શાસન અને  વિકાસના હિતમાં રાજયમાં  રાજયપાલનું શાસન ચાલુ રહે તેમ ઇચ્છે છે. પીડીપીના  ધારાસભ્યોનો મોટો હિસ્સો ભાજપી મોવડીમંડળના સંપર્કમાં છે અને ભાજપ સરકાર રચવાની ફિકરમાં છે એવા સમાચાર અહેવાલને  નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટવીટ કર્યાના પગલે રામ માધવે આ ટિપ્પણી કરી હતી.

(12:31 pm IST)