Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

નાની સાથે ચાલતી જતી છ વર્ષની દોહિત્રીનું પાણી ન મળતાં મોત

રાજસ્થાનની કરૂણની ઘટનાથી ચકચાર : રસ્તા પર પાણીના અભાવે વૃદ્ધ મહિલા અને બાળકીને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ અને બંને બેભાન થઈ ગયા

જાલોર, તા. કાળઝાળ ગરમીમાં નાની સાથે ચાલીને જતી વર્ષની બાળકીનું તરસથી તરફડીને મોત થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રાણીવાડા તહસીલ હેઠળ ડુંગરીમાં રહેતી વૃદ્ધ મહિલા સુખીદેવીનું સિરોહી જિલ્લાના મંડાર નજીક રાયપુરમાં પિયર છે. સુખીદેવી તેમની વર્ષની દોહિત્રી સાથે પિયર ગયા હતા. રવિવારે વાતાવરણમાં ઠંડક હોવાથી પરત ઘરે આવવા માટે વર્ષની બાળકી સાથે ચાલતા રવાના થઈ ગયા. આશરે - કિલોમીટરનું અંતર કાપ્યા બાદ બપોરે તાપમાન વધી ગયું. મળતી માહિતી મુજબ વૃદ્ધ મહિલા પાસે પાણીની બોટલ પણ નહોતી અને તે જે રસ્તેથી પસાર થઈ રહી હતી તે પણ રેતીવાળો રસ્તો હતો. કાળઝાળ ગરમીને કારણે, પાણીના અભાવે વૃદ્ધ મહિલા અને બાળકીને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ અને બંને બેભાન થઈ ગયા. ઘણા સમય પછી ત્યાં એક વ્યક્તિએ મહિલાને જોઈને સૂરજવાડા સરપંચ કૃષ્ણકુમાર પુરોહિતને ફોન કર્યો હતો. બાદમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં બાળકીનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા વૃદ્ધાને પાણી અપાયું હતું અને બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ઘટના અંગે મહિલાએ જણાવ્યું હતું કે આકરા તાપને લીધે બંને બેભાન થઈ ગયા હતા. તેઓ કશું સમજી શક્યા નહી, પરંતુ લાંબા સમય પછી આકાશમાં હળવા વરસાદની શરૂઆત થઈ, જેનાથી તેમને થોડી રાહત મળી અને તેમનો જીવ બચી ગયો, પરંતુ ત્યાં સુધીમાં તેમની દોહિત્રીનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વૃદ્ધ મહિલા માનસિક અસ્વસ્થ છે. દોહિત્રી સાથે પિયર ગઈ હતી, જ્યારે સવારે હવામાન ઠંડું જોયું તો ચાલતા રવાના થઈ ગયા, જોડે પાણી પણ નહોતું. દિવસ દરમિયાન વધુ ગરમી અને ભેજને કારણે ડિહાઇડ્રેશનથી બાળકીનું મોત નીપજ્યું હતું. હળવા વરસાદને કારણે વૃદ્ધાનું જીવન બચી ગયો હતો. અને હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

(10:08 pm IST)