Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમેરિકાએ વિશ્વની સૌથી મોટી ગુપ્ત સેના બનાવી :અનેક ઑપરેશનને આપ્યો અંજામ: ન્યુઝ વિકના હેવાલમાં ધડાકો

ગુપ્ત સેનામાં વિશેષ અભિયાનના જવાનો અને સેન્ય ઈન્ટેલિજન્સના એક્સપર્ટ સામેલ :લગભગ 60,000 લોકો હજુ પણ આ ગુપ્ત સેનામાં જોડાયેલા

વૉશિંગ્ટન: અમેરિકન મેગેઝિન “ન્યૂઝ વીક”ના રિપોર્ટ મુજબ પેન્ટાગોન દ્વારા છેલ્લા 10 વર્ષોમાં વિશ્વની સૌથી મોટી ગુપ્ત સેના બનાવવામાં આવી છે. જેણે અનેક નાપાક ઓપરેશનોને અંજામ આપ્યો છે આવા ઓપરેશનની ખુદ અમેરિકાએ અવારનવાર ટીકા કરી છે. “ઈનસાઈડ ધી મિલિટ્રીઝ સીક્રેટ અંડરકવર આર્મી” શિર્ષક હેઠળના ખાસ રિપોર્ટમાં કહેવાયું છે કે, બે વર્ષની તપાસ બાદ જાણવા મળ્યું છે કે, લગભગ 60,000 લોકો હજુ પણ આ ગુપ્ત સેનામાં સામેલ છે

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ સેનામાં સામેલ અનેક લોકો નકાબપોષ ઓળખ અંતર્ગત કામ કરી રહ્યાં છે. તેઓ ઓછી પ્રોફાઈલમાં કામ કરે છે. એક બોર્ડ કાર્યક્રમમાં તમામ ભાગોને સિગ્નેચર રિડક્શન કહેવાય છે.

ગુપ્ત સેનામાં વિશેષ અભિયાનના જવાનો અને સેન્ય ઈન્ટેલિજન્સના એક્સપર્ટ સામેલ છે. જેમને કંઈક સેક્ટરમાં વાયર ટેપિંગ ગતિવિધિઓ અને સોશિયલ મીડિયામાં હેરફેરના રૂપમાં પ્રકારના અજ્ઞાત ઓપરેશનોને અંજામ આપ્યા છે.

મેગેઝિન મુજબ, કોંગ્રેસે ક્યારેય આ વિષય પર સુનાવણી નથી કરી. આ વિશાળ ગુપ્ત સેનાને વિક્સિત કરવા વાળી સેના અમેરિકન કાયદા, જિનેવા સંમેલનો, સૈન્ય ડિસિપ્લિન અને પરંપરાગત જવાબદેહીને પડકાર ફેંકે છે.

(10:03 pm IST)