Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં એક વર્ષથી રહેતી ‘અંબા’ ને મળશે માં-બાપ :ઇટલીના દંપતીએ દત્તક લીધી

આ અગાઉ પણ ગુંથર દંપતીએ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે

રાજકોટની 'અંબા' આગામી દિવસોમાં ઇટલી જશે,સવા વર્ષ પૂર્વે રાજકોટની ભાગોડે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે તરછોડાયેલ ‘અંબા' લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.બે અઢી મહિના સુધી હોસ્પિટલના બિછાને મોત સામે લડીને તેણે જીતી મેળવી હતી.એ વખતે કલેકટર,કમિશનરથી લઈને ખુદમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાને નવજીવન મળે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી.

  છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકો સાથે  ‘અંબા’ ની થોડા સમય પહેલા તેની દત્તકવિધિ માટે પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી ઈટાલીના ગુંથર દંપતીએ અંબાને દતક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ત્રણ મહિનામાં અંબા ઈટાલી પહોંચશે.અંબાને સ્પેશિયલ નિગરાની કેટેગરીમાં મુકવામાં આવી હતી આ અગાઉ પણ ગુંથર દંપતીએ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે

કાઠિયવા બાલાશ્રમના સુપ્રિટેન્ડેન્ટ પ્રભાબેન ભેંસડિયાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ હૉસ્પિટલમાંથી વ્હાલસોયી દીકરીને પરિવાર મળશે. અંબા શારિક અને માનસિક રીતે નબળી હતી. અત્યારે અંબા સવા વર્ષની થઈ છે અને હવે સંપૂર્ણ સ્વસ્થ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આજથી એક વર્ષ પહેલા શહેરની ભાગોળે ઠેબચડાની સીમમાંથી અંબા મળી હતી. એ વખતે કૂતરાંના મુખમાંથી આસપાસના યુવકોએ તેને છોડાવેવી હતી. અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને ત્રણ માસની સઘન સારવાર બાદ તે સ્વસ્થ થઈ હતી.

(9:50 pm IST)