Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વૅક્સિનેશન કરાવ્યા બાદ પણ 475 લોકોના મોત : સ્વાસ્થ્ય મંત્રાલયનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંધનામું

કેન્દ્ર સરકારના 14 પેજના સોગંધનામામાં 28મીં મે સુધી અત્યાર સુધી વૅક્સિનેશન કરાવેલા લોકોમાંથી 475 લોકોના મોત થયાનું જણાવ્યું

મુંબઈ: દેશમાં કોરોનાની રફ્તાર ધીમી પડી રહી છે અને વૅક્સિનેશન અભિયાન વેગ પકડી રહ્યું છે. જો કે વૅક્સિનેશન બાદ પણ 28મીં મે સુધી 475 લોકોના મોત થયા છે તેમ ખુદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બૉમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંધનામામાં જણાવ્યું છે, કેન્દ્ર સરકારે 14 પેજના સોગંધનામામાં જણાવ્યું છે કે, 28મીં મે સુધી અત્યાર સુધી કુલ વૅક્સિનેશન કરાવેલા લોકોમાંથી અત્યાર સુધી 475 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

કેન્દ્ર સરકારે સોગંધનામામાં કહ્યું છે કે, ઘરની નજીક વૅક્સિનેશનથી યોગ્ય રીતે અને મોટા પ્રમાણમાં વૅક્સિનેશન થઈ શકશે. કોરોના માટે વૅક્સિન વહીવટ માટેના ગ્રુપ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વૅક્સિન એડમિનિસ્ટ્રેશન ફૉર કોવિડ-19 (NEGVAC)એ હાઈકોર્ટના આદેશનો જોયો હતો. જેમાં વૃદ્ધ અને વિકલાંગ લોકોને ડોર-ટૂ-ડોર વૅક્સિનેશન અભિયાન ચલાવવા માટે કહેવામાં આવ્યું હતું. NEGVAC દ્વારા 25મીં મેના રોજ નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પૉલની અધ્યક્ષતમાં એક બેઠક મળી હતી.

સરકારના જણાવ્યા મુજબ, NEGVACની બેઠકમાં સર્વસંમતિથી સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી કે, જોખમોના કારણે ડોર-ટૂ-ડોર વૅક્સિનેશન નથી થઈ શકતું. જો કે વિકલાંગ અને સિનીયર સિટીઝનો જે ચાલી નથી શકતા, તેમને સુરક્ષિત રીતે વૅક્સિનેશન સેન્ટર સુધી પહોંચાડવા માટે સુવિધા વધારવાની આવશ્યક્તા છે.

NEGVACની ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે, નિયર ટૂ હોમ વૅક્સેનેશન સેન્ટરની જવાબદારી જિલ્લા અને શહેરી વહીવટી તંત્રની હશે. લાભાર્થી કાં તો CoWin એપ કે પછી સ્થળ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ સિવાય અનિચ્છનિય ઘટનાને પહોંચી વળવા માટે વૅક્સિનેશન સેન્ટર પર જરૂરી વાહનોની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી લોકોને તાત્કાલીક મેડિકલ મદદ મળી શકે. સોગંધનામામાં કહેવામાં આવ્યું છે કે, જમીની સ્તરે સ્થિતિને જોતા નિર્ણયને બદલી પણ શકાય છે

(9:33 pm IST)