Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

' ઈમેલ માય કેસ સ્ટેટ્સ ' : ગુજરાત હાઇકોર્ટની નવી સેવા : ઘેરબેઠા હાઇકોર્ટ અથવા ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતા મુકદ્દમા વિષેની છેલ્લામાં છેલ્લી જાણકારી મેળવી શકાશે : નક્કી કરાયેલા વાક્યો દ્વારા મોબાઇલમાંથી એસએમએસ કરીને અથવા ઈમેલથી માહિતી મેળવી શકાશે : ચીફ જસ્ટિસ શ્રી વિક્રમ નાથનું પ્રશંસનીય પગલું

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે નવી સેવા શરૂ કરી છે. જેને ' ઈમેલ માય કેસ સ્ટેટ્સ ' નામ અપાયું છે. જેના દ્વારા ઘેરબેઠા હાઇકોર્ટ અથવા ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતા મુકદ્દમા વિષેની  છેલ્લામાં છેલ્લી જાણકારી મેળવી શકાશે .જે નક્કી કરાયેલા વાક્યો દ્વારા મોબાઇલમાંથી  એસએમએસ કરવાથી અથવા ઈમેલથી માહિતી મેળવી શકાશે . ચીફ જસ્ટિસ શ્રી વિક્રમ નાથએ
ઉપરોક્ત પ્રશંસનીય પગલું ભર્યું છે.

આ સેવા અસીલો ઉપરાંત વકીલો માટે પણ ખુબ ઉપયોગી થશે.
આ પદ્ધતિ સિવાય, જો કોઈ કેસની વર્તમાન અને ભાવિ સ્થિતિ વિષે જાણકારી મેળવવા માગતું હોય તો અદાલતે તે માટે કેસની સ્થિતિ અને ડિસ્પ્લે પર સીધી સબ્સ્ક્રિપ્શન લિંક બનાવી છે .

આ માટે સબ્સ્ક્રાઇબરે પોતાનો મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું અપડેટ કરવાનું રહેશે. તથા વેરિફિકેશન કોડ અથવા વન ટાઈમ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ અરજદારને નોંધાયેલા કેસ વિષે  ઇમેઇલ દ્વારા અપડેટ્સ પ્રાપ્ત કરવાનું શરૂ થઇ જશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)