Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ચીન-પાક. સંયુક્ત આંતરરાષ્ટ્રીય સ્તરે ટીવી ચેનલ શરૂ કરશે

પશ્ચિમી મીડિયા સામે નવો વિકલ્પ ઊભો કરવાનો આશય : પાક. અને ચીન દ્વારા કતારની અલ જજિરા, રશિયાની આરટી નેટવર્ક જેવી એક ચેનલને લોન્ચ કરવા માટે ચર્ચા

નવી દિલ્હી, તા. : ચીનમાં તો મીડિયાને સરકારની ટીકા કરવાનો અધિકાર નથી અને પાકિસ્તાનમાં પણ છાશવારે મીડિયા પર પાક સરકાર કે સેનાનુ દબાણ રહેતુ હોય છે.

વિચિત્રતા છે કે, હવે ચીન અને પાકિસ્તાન ભેગા મળીને આંતરરાષ્ટ્રિય સ્તરે એક ટીવી ચેનલ શરૂ કરવા માટે અને એક મીડિયા હાઉસ લોન્ચ કરવા માટે વિચારણા કરી રહ્યા છે.જેની પાછળનો હેતુ પશ્ચિમી મીડિયા ચેનલો સામે એક નવો વિકલ્પ ઉભો કરવાનો છે.

માટે પાકિસ્તાન અને ચીનની સરકાર ફંડિંગ કરશે. પાકિસ્તાન અને ચીન કતારની અલ જજિરા જેવી તેમજ રશિયાની આરટી નેટવર્ક જેવી એક ચેનલને લોન્ચ કરવા માટે વિચારણા કરી રહ્યા છે. જેમાં આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત પત્રકારોને સામેલ કરવા માટેની યોજના છે. ભારતની સુરક્ષા એજન્સીઓને યોજનાને લગતા કેટલાક દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે.

બંને દેશોને લાગે છે કે, અલ જજિરા અને આરટી નેટવર્ક જેવા એક મીડિયા હાઉસની જરૂર છે. જેથી બંને દેશ પોતાની વિચાર સરણીને આગળ વધારી શકે. પ્રકારનુ મીડિયા હાઉસ પાકિસ્તાનમાં સ્થાપિત કરી શકાય તેમ છે અને ચીન તેને જરૂરી નાણાકીય સહાય કરશે.

પહેલા પાકિસ્તાને તુર્કી અને મલેશિયા સાથે મળીને એક ચેનલ લોન્ચ કરવાની યોજના બનાવી હતી. જેનો હેતુ વિશ્વ સમક્ષ ઈસ્લામની સાચી ઈમેજને રજૂ કરવાનો હતો.જોકે યોજના આગળ વધી શકી નહોતી.

દરમિયાન ચીને સપ્તાહમાં દક્ષિણ પૂર્વ એશિયાના ૧૦ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકની યજમાની કરવાનુ પણ નક્કી કર્યુ છે. દક્ષિણ પૂર્વ એશિયામાં વર્ચસ્વ વધારવા માટે ચીન અને અમેરિકા વચ્ચે હરિફાઈ છે ત્યારે ચીન બેઠકનુ આયોજન કરી રહ્યુ છે. ચીનના વિદેશ મંત્રી બેઠકમાં ભાગ લશે. જેમાં કોરોનાના કારણે પ્રભાવિત થયેલા ટુરિઝમ તેમજ બીજા મુદ્દાઓ પર ચર્ચા થશે.

(7:53 pm IST)