Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

CRPFના બે જવાનોનાં સામસામે ગોળીબારથી મોત

સામાન્ય વિખવાદમાં એક-બીજાની હત્યા કરી : ૧૯૦મી બટાલિયનના બે જવાનો ચતરાના સિમરિયા સ્થિત કોવિડ-૧૯ આઈસોલેશન બિલ્ડિંગ ખાતે તૈનાત હતા

ચતરા, તા. : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ ૧૯૦ મી બટાલિયનના બે જવાનોએ એકબીજા પર ગોળીબાર કર્યો હતો. ઘટનામાં બંનેનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. કેસ ચતરા જિલ્લાના સિમરિયા સ્થિત કોવિડ -૧૯ આઇસોલેશન બિલ્ડિંગ ખાતેનો છે. પોલીસે બનાવના કારણની તપાસ શરૂ કરી છે. ચતરાના એસપી ઋષભકુમાર ઝા અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે રસોઇયો રવિન્દ્ર કુમાર અને સંત્રી કાલુરામ ગુજર વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. પછી બંનેએ પોતાની રાઇફલ વડે એક બીજા પર ફાયરિંગ કર્યું હતું.

મૃતકોમાં રાજસ્થાનના કાળુરામ ગુર્જર અને હરિયાણાના રવિન્દ્રકુમાર સિંહનો સમાવેશ થાય છે. બંને સીઆરપીએફની ૧૯૦ બટાલિયનના કર્મચારી હતા અને દિવસોમાં આઇસોલેશન વોર્ડમાં પોસ્ટ કરાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ વહીવટમાં હંગામો મચી ગયો હતો. પોલીસ અધિક્ષક ઋષભ ઝા, સીઆરપીએફ કમાન્ડન્ટ પવનકુમાર વસન અને સિમરિયા સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી અશોક પ્રિયદર્શી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના અંગે પૂછપરછ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને જવાનમાં નાના વિવાદને લઈને ઝઘડો થયો હતો અને એકબીજા પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ લાશને સિમરિયા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહીં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. જવાન રવીન્દ્ર કુમાર ગામની મંડી, તહસીલ ઇસરાણા, જિલ્લા પાણીપત, હરિયાણાનો રહેવાસી છે અને કાલુસિંહ ગુર્જર રાજસ્થાનના અજમેરના ઘુઘરા પોલીસ સ્ટેશનનો છે.

(7:52 pm IST)