Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વેબસાઈટમાં ઈ-ફાઈલિંગની ફરિયાદોના ઉકેલ માટે સુચના

નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટ શરૂ થતાં જ ડખાં : નાણાંમંત્રીએ ઈ-ફાઈલિંગ પોર્ટલના પ્રારંભની ટ્વિટરથી જાહેરાત કરવા સાથે જ ઢગલા બંધ ફરિયાદો સામે આવી

નવી દિલ્હી, તા. : નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે ઇન્ફોસીસ અને તેના અધ્યક્ષ નંદન નીલેકણીને આવકવેરા વિભાગની નવી -ફાઇલિંગ વેબસાઇટ સંબંધિત ટેકનિકલ સમસ્યાઓનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. સીતારામને ઈન્ફોસીસ અને નીલેકણીને ટ્વિટર પર મોટી સંખ્યામાં ફરિયાદો મળ્યા બાદ તકનીકી સમસ્યાઓનું સમાધાન કરવા કહ્યું છે. ૨૦૧૯ માં, ઇન્ફોસીસે આવકવેરા વિભાગની નવી વેબસાઇટ વિકસાવવા માટેનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. નવી વેબસાઇટનો હેતુ વળતરની પ્રક્રિયા માટે લેવામાં આવતા સમયને ૬૩ દિવસથી ઘટાડીને એક દિવસ કરવાનો છે. સાથે, રિફંડની પ્રક્રિયા પણ ઝડપી કરવામાં આવશે. પોર્ટલ સોમવારે લાઇવ થઈ ગયું હતું. નાણાં પ્રધાને મંગળવારે સવારે ટ્વિટર પર નવા આવકવેરા વિભાગના પોર્ટલ શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે નવી વેબસાઇટ, જે સોમવારે રાત્રે ૦૮: ૪૫ વાગ્યે લાઇવ થઈ તે  કરદાતા માટે અમલ કરવા સાથે જોડાયેલા અનુભવને ટેક્સ પેયર માટે વધુ સહજ બનાવવાની દીશાનું મહત્વપૂર્ણ પગલું છે.. પરંતુ તે પછી તેમની ટાઈમ લાઈન પર ફરિયાદોનું પુર આવી ગયું હતું.

સીતારામને કહ્યું કે, હું મારી ટાઈમ લાઈન પર ફરિયાદો જોઇ રહી છું. હું આશા રાખું છું કે ઇન્ફોસિસ અને નંદન નીલેકણી અમારા કરદાતાઓને તેમની સેવાની ગુણવત્તાથી નિરાશ કરશે નહીં. તેમમે એક યુઝર્સના ટ્વિટને ટાંકીને કહ્યું કે, કરદાતા માટે ઉપયોગમાં સરળતા અમારી પ્રાથમિકતા હોવી જોઈએ. વપરાશકર્તાએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે તે નવા -ફાઇલિંગ પોર્ટલ પર લોગ-ઇન કરવામાં અસમર્થ છે. ઇન્ફોસિસે જીએસટી નેટવર્ક પોર્ટલ (જીએસટીએન) પણ બનાવ્યું છે. પોર્ટલનો ઉપયોગ જીએસટીની ચુકવણી અને ફાઇલિંગ માટે થાય છે.

(7:48 pm IST)