Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર ગંભીર અસરની શક્યતા નથી

કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોમાં ભયનો માહોલ : ભારત કે વિશ્વના ડેટામાં બાળકો ઉપર ગંભીર અસરના કોઈ આંકડા સામે આવ્યા નથી : પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરિયાનું નિવેદન

નવી દિલ્હી, તા. : દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયની યોજાયેલી પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, ભારત કે વિશ્વનો ડેટા જુઓ તો અત્યાર સુધી કોઈ એવો ડેટા આવ્યો નથી, જેમાં જણાવવામાં આવ્યું હોય કે બાળકોમાં હવે વધુ ગંભીર સંક્રમણ છે. બાળકોમાં હળવુ સંક્રમણ રહ્યું છે. અત્યાર સુધી કોઈ પૂરાવા નથી કે જો કોરોનાની આગામી લહેર આવશે તો બાળકોમાં વધુ ગંભીર સંક્રમણ જોવા મળશે.

નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, ખાનગી ક્ષેત્રો (હોસ્પિટલો) માટે રસીની કિંમત વેક્સિન નિર્માતાઓ દ્વારા નક્કી થશે. રાજ્ય ખાનગી ક્ષેત્રની કુલ માંગ કરશે, જેનો અર્થ છે કે તે જોશે તેની પાસે સુવિધાઓનું કેટલું નેટવર્ક છે અને તેને કેટલા ડોઝની જરૂર છે. તેમણે કહ્યું કે, સરકારે કોવિશીલ્ડના ૨૫ કરોડ ડોઝ અને કોવૈક્સિનના ૧૯ કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે. સરકારે બાયોલોજિકલ રસીના ૩૦ કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે, જે સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ થશે.

તો સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, જ્યાં મેએ દેશમાં દરરોજના હિસાબથી ,૧૪,૦૦૦ કેસ સામે આવી રહ્યા હતા, તે હવે લાખથી ઓછા થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૬,૪૯૮ કેસ નોંધાયા છે. એપ્રિલ બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ છે. હોમ આઇસોલેશન અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્નેને મેળવી રિકવરી રેટ વધીને ૯૪. ટકા થઈ ગયો છે. - જૂન વચ્ચે પોઝિટિવિટી રેટ કુલ મળીને . ટકા નોંધાયો છે. મેએ દેશમાં ૫૩૧ કેસ મળ્યા હતા, જ્યાં દરરોજ ૧૦૦થી વધુ કેસ સામે આવી રહ્યાં છે, તેવા જિલ્લા હવે ૨૦૯ રહી ગયા છે.

લવ અગ્રવાલે કહ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં કેસની સંખ્યામાં ૩૩ ટકાનો ઘટાડો અને સક્રિય કેસમાં ૬૫ ટકાનો ઘટાડો થયો છે. રાજ્યવાર ૧૫ રાજ્યો એવા છે જ્યાં ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ છે.

(7:41 pm IST)