Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કેરલના કેન્દ્રીય વિદ્યાલયમાં પાંચમા ગ્રેડમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને હૃદયસ્પર્શી પત્ર : કોવિદ -19 સંજોગોમાં ઓક્સિજનની વ્યવસ્થા કરાવવા બદલ બિરદાવ્યા : અનેક દેશવાસીઓના જાન બચાવવામાં નિમિત્ત બનવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી : સ્ટુડન્ટની જાગરૂકતાથી ચીફ જસ્ટિસ ભાવવિભોર : પોતાની સહી સાથેના દેશના બંધારણની નકલ મોકલી

 ન્યુદિલ્હી : કોવિદ -19 સંજોગોમાં ઓક્સિજનની વ્યવસ્થા કરાવવા બદલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમણાને બિરદાવતો હૃદયસ્પર્શી પત્ર કેરલમાં કેન્દ્રીય વિદ્યાલયમાં પાંચમા ગ્રેડમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની લિન્ડ્વિના જોસેફએ લખી મોકલ્યો હતો.તથા અનેક ભારતીયોના જાન બચાવવામાં નિમિત્ત બનવા બદલ તેમનો આભાર માન્યો હતો.તેમજ તેમના માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

વિદ્યાર્થિનીએ પત્રમાં લખ્યું હતું કે તેને અખબાર વાંચી ખબર પડી હતી કે સુપ્રીમ કોર્ટે ઓક્સિજનના અભાવે તરફડીને મૃત્યુ પામતા ખાસ કરીને દિલ્હીના લોકોને  તાત્કાલિક ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવામાં આવે તેવો કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો. જેના કારણે અનેક લોકોની  જિંદગી બચી જવા પામી હતી. હું આપના માટે ગૌરવ અનુભવું છું.
વિદ્યાર્થિનીએ પત્ર સાથે ચીફ જસ્ટિસનું ચિત્ર પણ જોડ્યું હતું.

વિદ્યાર્થિનીનો પત્ર વાંચી ચીફ જસ્ટિસ ભાવવિભોર થઇ ગયા હતા.તથા તેને પોતાની સહી સાથેના બંધારણની નકલ મોકલી હતી. તથા જણાવ્યું હતું કે એક પાંચમા ધોરણની સ્ટુડન્ટ પણ દેશના સમાચારો વાંચે છે.તેનો મને  આનંદ છે.

ઉલ્લેખનીય છે કે ઓક્સિજન વિતરણ સૂઓ  મોટો કેસ મામલે સુપ્રીમ કોર્ટે ઓક્સિજન તાત્કાલિક પહોંચાડવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી વેક્સીન પોલિસી જાહેર કરી તે પણ સુપ્રીમ કોર્ટના અનુરોધનાં કારણે હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:21 pm IST)