Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ઉદ્ઘવની PM મોદી સાથે બેઠક, મરાઠા અનામત, GST વળતર અંગે ચર્ચા કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે મંગળવારે સવારે નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. રાજયના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત એક પ્રતિનિધિ મંડળ પણ દિલ્હી આવી પહોંચ્યું હતું. સીએમ ઉદ્ઘવ ઠાકરે અને પ્રતિનિધિમંડળે ૭ લોકકલ્યાણ માર્ગ ખાતે પીએમ નિવાસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથેની બેઠક અંદાજે દોઢ કલાક સુધી ચાલી હતી. સૂત્રોના મતે ઉદ્ઘવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં આવેલા વિનાશક તાઉતે વાવાઝોડા સામે રાજયને વળતર આપવાની માગ કરી હતી. આ ઉપરાંત મરાઠા અનામત, મેટ્રો કાર શેડ અને જીએસટી વળતર અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન સાથેની બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ જણાવ્યું હતું કે, પીએમ સાથેની મુલાકાતમાં મરાઠા અનામત, મેટ્રો કાર શેડ તેમજ જીએસટી વળતર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

(3:45 pm IST)