Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મોટા ષડયંત્રની ફિરાકમાં પાકિસ્તાન

LOC સાથે જોડાયેલા ગામને કરાવી રહ્યુ છે ખાલી

નવી દિલ્હી,તા.૮:  પાકિસ્તાન ભારત વિરૂદ્ઘ ફરી કોઇ મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે. તે પુંછ જિલ્લાની સરહદની પાર મોટી સંખ્યામાં હથિયાર અને સેનાના વધારાના જવાનોને તૈનાત કરી રહ્યુ છે. ત્યા ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સૈનિકની હરકત તેમના નાપાક ઇરાદા તરફ સંકેત કરી રહ્યુ છે.

સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર પુંછ જિલ્લાના ખડી કરમાડા અને દેગવાર સેકટરની બીજી પાર પાકિસ્તાની વિસ્તારના તોલી પીરમાં કેટલાક દિવસથી પાકિસ્તાની સૈનિકો તરફથી હલચલ જોવા મળી રહી છે. તે નિયંત્રણ રેખા નજીક સેના ભેગી થવા અને આધુનિક હથિયાર ભેગા કરી રહ્યુ છે. આ કામમાં હેલીકોપ્ટર અને બુલેટપ્રુફ ગાડીઓની સહાયતા લેવામાં આવી રહી છે.

બીજી તરફ તોલી પીર વિસ્તાર નજીકના ગામમાં ગ્રામવાસીઓને બળજબરી બહાર કાઢીને ગામને ખાલી કરાવવામાં આવી રહ્યુ છે. ગ્રામવાસીઓને તહસીલ બાગમાં મોકલવામાં આવી રહ્યા છે. તોલી પીર વિસ્તારમાં પાકિસ્તાની સૈનિક હરકતમાં છે.

જાણકારી અનુસાર તાજેતરના દિવસોમાં લોકોને કહેવામાં આવ્યુ હતું કે પાકિસ્તાની સેના અને અન્ય કોઇ મિત્ર દેશની સેનાનો યુદ્ઘ અભ્યાસ થશે પરંતુ કેટલાક દિવસ બાદ વિસ્તારને સૈન્ય છાવણીમાં બદલી નાખવામાં આવ્યુ અને લોકોને વિસ્તાર ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જે લોકો ત્યાથી નથી નીકળ્યા તેમણે બળજબરી બહાર કાઢવામાં આવી રહ્યા છે. જયાર સુધી નવા આદેશ જાહેર નથી થતા ત્યાર સુધી લોકોને તોલી પીર વિસ્તારમાં જવાની પરવાનગી નથી.

કહેવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાની સૈનિકો સાથે ચીનની સેના પણ તૈનાત છે, જે કોઇ મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે. સરહદ પર વધતી હલચલ જોઇને ભારતીય સેનાના જવાનો પણ એલર્ટ થઇ ગયા છે.

આ વર્ષે ૨૫ ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તર પર વાતચીત થઇ હતી, જેમાં સંઘર્ષ વિરામ પર સમજૂતિ પર અમલ કરવા સહમતિ બની હતી. ત્યારથી અત્યાર સુધી એલઓસી પર શાંતિ છે. જોકે, આંતરરાષ્ટ્રીય સીમા પર બે વખત ફાયરિંગ થઇ ચુકયુ છે. હવે પાકિસ્તાનની શંકાસ્પદ હરકતથી આશંકા છે કે એલઓસી પર ફરી ટકરાવ વધી શકે છે.

(3:43 pm IST)