Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ચોમાસાની ગતિ સારી, ૧૩મીએ ઝારખંડ પહોંચશેઃ ૧૧મીએ બંગાળની ખાડીમાં સિસ્ટમ્સ બનશે

દક્ષિણ ભારતમાં ઝમાઝમ વરસાદ ચાલુ તો દિલ્હીવાસીઓ ગરમીથી પરેશાન

નવી દિલ્હીઃ એક તરફ દક્ષિણમાં ચોમાસુ પહોંચતા ઝમાઝમ વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં રહેવાસીઓ ભીષણ ગરમીથી પરેશાન છે. હાલમાં ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નથી. તો દક્ષિણ ભારતમાં કેરળ અને કર્ણાટક થઈ તામિલનાડુ, ગોવા અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. જો કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં ચોમાસુ થોડુ મોડુ બેસશે.

હવામાન વિભાગ જણાવે છે કે આજે આંધ્રપ્રદેશ ઓરીસ્સામાં તેમજ આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિકિકમમાં તા.૯ના વરસાદની સંભાવના છે.

જયારે ઉત્તરાખંડમાં વાતાવરણ શુસ્ક છે. તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થવાની સંભાવના છે.

તો ઝારખંડમાં ઝમાઝમ વરસાદ પડશે. અહિં ૧૩ જુને ચોમાસુ દસ્તક દેશે. ૧૧મીએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ બનશે. હાલ અનુમાન મુજબ ચોમાસુ સારી પ્રગતિ કરી રહ્યું છે.

ઉત્તરપ્રદેશમાં લોકોને બે દિવસમાં ગરમીમાંથી રાહત મળી શકે છે. વરસાદની સંભાવના છે.

(3:39 pm IST)