Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

બ્રાઉઝીંગને યુઝર્સ માટે વધુ સલામત બનાવશે ક્રોમ

ઇન્ટરનેટ બ્રાઉઝર ક્રોમ-૯૧ ઉપર જલ્દી જ નવુ અપડેટ આવશે. જેનાથી ઉપયોગકર્તાઓ માટે બ્રાઉઝીંગ કરવુ વધુ સુરક્ષીત બની જશે. આ ફીચર્સ યુઝર્સને સીસ્ટમ માટે ખતરનાક ફાઇલ્સ ડાઉનલોડ કરતા રોકશે. જયારે પણ યુઝર કોઇ પણ ફાઇલ ડાઉનલોડ કરવા પ્રયાસ કરશે તો બ્રાઉઝર જોખમી અથવા તો જાણીતા ખતરા માટે પ્રારંભીક સુરક્ષા તપાસ કરશે. ક્રોમ આ માટે ફાઇલના મેટાડેટા વિશ્લેષણ કરશે અને જો કાંઇ પણ શંકાસ્પદ લાગશે તો એલર્ટ પણ જારી કરશે. આ પ્રક્રિયાથી સાઇબર ખતરા ઉપરાંત વાયરસની આશંકા પણ ઘટશે. જો કે પહેલાની જેમ જ યુઝર્સ ઇચ્છશે તો ચેતાવણી બાયપાસ કરી શંકાસ્પદ ફાઇલને ડાઉનલોડ કરી શકાશે.

(3:10 pm IST)