Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સોશ્યલ મીડીયા કા સચઃ સરકાર કોઇને નથી આપતી મફત ઇન્ટરનેટ

સોશ્યલ મીડીયા ઉપર આ દિવસોમાં સરકાર તરફથી ૩ મહીના માટે મફત ઇન્ટરનેટ સુવિધા આપવાવાળી પોસ્ટ વાયરલ થઇ રહી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો ર૯ જુન સુધી આપવામાં આવેલા નંબર ઉપર કોલ અથવા મેસેજ કરશે તો સરકાર તરફથી ૩ મહીના સુધી ઇન્ટરનેટની સુવિધા મળશે. આમા એ પણ દાવો કરવામાં આવ્યો છે કે મોબાઇલ નેટવર્કના બધા જ દસ કરોડ યુઝર્સને આનો લાભ મળશે. પરંતુ ભારત સરકાર તરફથી આ વાતનું ખંડન કરવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે આના જેવી કોઇ સુવિધા શરૂ કરવામાં આવી નથી. આવા મેસેજથી સાવધાન રહો. આનાથી તમારા કોઇ પણ ડાટાની લેતી દેતી ન કરો આર્થીક નુકશાન થઇ શકે છે.

(3:10 pm IST)