Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમેરિકન રિપોર્ટમાં ખુલાસો

ચીનની વુહાન લેબમાંથી જ લીક થયો હતો કોરોના

નવી દિલ્હી તા. ૮ : ચીનમાંથી નીકળીને દોઢ વર્ષથી કોરોનાએ વિશ્વભરમાં તબાહી મચાવી દીધી છે. કોરોના મહામારીથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં કરોડો લોકો સંક્રમિત થયા છે અને લાખો લોકોના મોત થયા છે પરંતુ હજુ સુધી વિશ્વએ સવાલનો જવાબ નથી જાણી શકી કે કોરોના આવ્યો કયાંથી ? હાલમાં એક નવા સંશોધનમાં દાવાની સાથે કહેવામાં આવ્યું છે કે કોરોના ચીનની વુહાનની તે જ લેબમાં બન્યો હતો. જેના પર વિશ્વને શંકા છે પરંતુ હવે અમેરિકી લેબની એક રિપોર્ટે તેના પર મ્હોર લગાવી દીધી છે.

અમેરિકી સરકાર કોરોના અંગે તપાસ કરાવી રહી છે તેના રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના ચીનની વુહાન લેબમાંથી લીક થવાની સંભાવના વધુ છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે હજુ વધુ તપાસ કરવી જોઇએ.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ અધ્યયન મે ૨૦૨૦માં કેલિફોનિયા સ્થિત લોરેન્સ લિવરમોરે નેશનલ લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને ટ્રમ્પ પ્રશાસને અંતિમ મહિના દરમિયાન કોરોના વાયરસની ઉત્પત્ત્િ।ની તપાસ દરમિયાન વિદેશ વિભાગ દ્વારા સંદર્ભિત કરવામાં આવ્યો હતો. જર્નલે કહ્યું કે લોરેન્સ લિવરમોરેનુ આ અનુમાન કોરોના વાયરસના જીનોમિક વિશ્લેષણ પર આધારિત છે. લોરેન્સ લિવરમોરેએ વોલ સ્ટ્રીટ જર્નલની રિપોર્ટ પર ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો છે.

ગત મહિને જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યુ હતુ કે કોરોનાની ઉત્પત્ત્િ। સાથે જોડાયેલા જવાબને જાણવા માટે તેમણે આદેશ આપ્યા હતા. ત્યારે અમેરિકન ગુપ્તચર એજન્સીઓ ૨ શકય પરિદ્રશ્યો પર વિચાર કરી રહી છે.

જેમાંથી પહેલો છે કે કોરોના એકલેબદુર્ઘટનાનું પરિણામ છે. બીજુ છે કે શું આ એક સંક્રમિત જાનવરની સાથે માણસના સંપર્કના કારણે ઉભર્યો છે. પરંતુ તે હજું કોઈ તારણ પર નથી પહોંચ્યા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન પ્રસારિત એક ગુપ્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નવેમ્બર ૨૦૧૯માં ચીનની વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ૩ શોધકર્તા એટલા બિમારી થઈ ગયા હતા કે તેમને હોસ્પિટલમાં મોકલવા પડ્યા.

(3:09 pm IST)