Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોરોનાની ક્રુરતા : ૩૦,૦૦૦ માસુમો પાસેથી છીનવી લીધા મા-બાપ : કેન્દ્ર - રાજ્યો આવા બાળકોને મદદ કરે

કોવિડમાં માતા-પિતા ગુમાવનાર બાળકોનું પાલન - પોષણથી લઇને શિક્ષણની વ્યવસ્થા કરે સરકારો : સુપ્રીમ કોર્ટ : અનાથ બાળકોને ભોજન - દવા - કપડા પણ ઉપલબ્ધ થવા જોઇએ : જે બાળકોના વાલી તેમને રાખવા સક્ષમ ન હોય તો બાળ કલ્યાણ સમિતિને બાળકો સોંપો

નવી દિલ્હી તા. ૮ : સુપ્રીમ કોર્ટે કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોના ભરણપોષણથી માંડીને શિક્ષણ સુધીની વ્યવસ્થા અંગે અનેક મોટા આદેશ આપ્યા છે. દેશની સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોનાના કારણે જે બાળકોએ માતા-પિતા અથવા અભિભાવકને ગુમાવી દીધા છે તેના ભરણ-પોષણ અને શિક્ષણની સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારોની છે. તેને રાજ્ય સરકારો સાથે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારોની છે. તેને રાજ્ય સરકારોને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે તમામ અનાથ થયેલા બાળકોનું ભણતર અવરોધ વગર ચાલુ રહે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેના માટે જો બાળક સરકારી અથવા પ્રાઇવેટ સ્કુલ જ્યાં પણ ભણી રહ્યા છે તેનું ભણતર ત્યાં જ ચાલુ રહેવું જોઇએ. તેને રાજ્ય સરકારોની સાથે સાથે કેન્દ્ર સરકારને પણ એવા બાળકોને નાણાકીય સહાય આપવાનું કહ્યું કે કોર્ટે તેમના આદેશમાં કહ્યું કે અનાથ થયેલા બાળકોન તત્કાલિક ધોરણે જમવાનું, દવા અને કપડા ઉપલબ્ધ કરાવામાં આવે. સાથે જ જે બાળકોના ગાર્જિયન તેમને રાખવા સક્ષમ નથી તે બાળકોને પણ હાલમાં બાળકલ્યાણ સમિતિને સોંપવામાં આવે.

ધ્યાન રાખવામાં આવે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચના રીપોર્ટ મુજબ દેશભરમાં ૩૦ હજાર બાળકોના માતા-પિતાના મોત કોરોનાના કારણે થયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા બાળકો અંગે જાણકારી મેળવીને સતત વેબસાઇટ અપડેટ કરવામાં આવે. સુપ્રીમકોર્ટે કહ્યું કે, બાળકો અમૂલ્ય ધરોહર છે. તેથી કોઇ પણ કારણે તેનું ભવિષ્ય ખરાબ થવું જોઇએ નહિ. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેના માટે સ્પષ્ટ આદેશ આપ્યા.

વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર અનાથ થયેલા બાળકોની જાણકારી વેબસાઇટ પર અપલોડ કરી રહી નથી. જે ચિંતાનો વિષય છે. તેને કહ્યું કે, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનો નિર્ણય સમજી ન શકવાનું બહાનું બનાવી રહી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના પ્રતિનિધિને કહ્યું કે, દરેક રાજ્યોએ જાણકારી ઉપલબ્ધ કરાવી છે તો ફકત પ.બંગાળમાં કન્ફયુઝન કેમ થઇ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે ૨૮ મે એ જ દરેક જિલ્લા પ્રશાસનને આદેશ આપ્યો હતો કે તેઓ માર્ચ ૨૦૨૦ બાદથી અનાથ થયેલા દરેક બાળકોની જાણકારી એનસીપીસીઆરના 'બાળ સ્વરાજ' પોર્ટલ પર ઉપલબ્ધ કરે. ૨૯ મે એ પીએમ નરેન્દ્રભાઇ મોદીએ એવા અનાથ બાળકો માટે પીએમ કેયર્સ ફંડથી નાણાકીય સહાયતા આપવાનું એલાન કર્યું હતું.

(2:57 pm IST)