Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અભિનેતા આમિર ખાન અને વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથન આનંદ વચ્ચે યોજાશે ચેસ મેચ

13મી જૂને ચેસની દુનિયાના સુપરસ્ટાર્સ સાથે હરીફાઈ કરશે આમિરખાન

મુંબઈ : બૉલીવુડ અભિનેતા આમિર ખાન માત્ર અભિનયના જ નહીં ચેસની રમતમાં પણ માસ્ટર છે અને તેણે ઘણી વખત તેના ચાહકોને તેની આ પ્રતિભાથી વાકેફ કર્યા છે. અભિનેતાએ ચેઝ પ્રત્યે અનેક વખત પોતાનો લગાવ દર્શાવ્યો પણ છે.હવે  આમિર ખાન પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથન આનંદ સાથે ચેસ રમતા જોવા મળશે.

બોલીવુડના સુપરસ્ટાર ટૂંક સમયમાં ચેસની દુનિયાના સુપરસ્ટાર્સ સાથે હરીફાઈ કરતા જોવા મળશે. ચેસ.કોમ ઈન્ડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. બંને વચ્ચે આ મેચ 13 જૂને યોજાનાર છે.

ચેઝ ડોટ કોમ ઈન્ડિયા દ્વારા આ અંગે એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં તે લખ્યું છે- 'તે સમયની તમે બધા રાહ જોઈ રહ્યા હતા. જ્યારે સુપરસ્ટાર આમિર ખાન અને ચેસ પ્રેમી પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશી આનંદ સામે એક મેચ રમશે! આ સ્પર્ધાને સફળ બનાવવા ઉદારતાથી દાન કરો. '

આ પહેલા પણ આમિર ખાન વિશ્વનાથન આનંદ સાથે ચેસ રમતો જોવા મળ્યો છે. આ મેચમાં તેણે ચેસના વર્લ્ડ ચેમ્પિયનને સારી લડત આપી હતી. જેના કારણે વિશ્વનાથન આનંદ પણ ખૂબ પ્રભાવિત થયા હતા. જ્યારે ચેસ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને તેની બાયોપિક વિશે સવાલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે ખુલ્લેઆમ આ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે જ્યારે પણ તેના પર બાયોપિક બનાવવામાં આવે ત્યારે બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન જ તેની ભૂમિકા ભજવે. જોકે, હાલમાં આવી કોઈ ચર્ચા થઈ નથી. પરંતુ, વર્લ્ડ ચેમ્પિયને તેની બાયોપિકમાં સ્ટાર માટે પોતાની પસંદગી દર્શાવી હતી. કારણ કે, આમિર ખાન એક મહાન ચેસ ખેલાડી છે અને એક્ટર તેની સાથે ચેસ રમ્યો છે, તેથી વિશ્વનાથન આનંદે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(1:45 pm IST)