Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પંજાબમાં લિવ ઈન રિલેશનમાં રહેતી 17 વર્ષની સગીર યુવતી અને 20 વર્ષના યુવકને રક્ષણ આપવાનો હાઇકોર્ટનો આદેશ : યુવતીના માતા પિતા તેને બીજે પરણાવવાની ફિરાકમાં હોવાથી યુવતીએ પ્રેમી યુવક સાથે રહેવાનું પસંદ કર્યું : આ અગાઉ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પુખ્ત વયના યુવક યુવતીને સુરક્ષા આપવાનો નામદાર કોર્ટે ઇન્કાર કર્યો હતો

પંજાબ : પંજાબમાં લિવ ઈન રિલેશનમાં રહેતી 17 વર્ષની સગીર યુવતી અને 20 વર્ષના યુવકને રક્ષણ આપવાનો હાઇકોર્ટએ આદેશ કર્યો છે.
નામદાર કોર્ટે જણાવ્યું હતું કે જો તેઓએ લગ્નની મંજૂરી માંગી હોત તો આપી શકત નહીં. કારણકે યુવતી સગીર વયની છે.પરંતુ આ યુવતીને તેના માતા પિતા તેને બીજે પરણાવવાની ફિરાકમાં હોવાથી યુવતીએ પ્રેમી યુવક સાથે રહેવાનું પસંદ કર્યું હોવાનું જણાવે છે. તેથી યુવતી તથા યુવકને સુરક્ષા આપવી જરૂરી જણાય છે.તેવું નામદાર કોર્ટે જણાવ્યું હતું.

જોકે આ અગાઉ લિવ ઈન રિલેશનશિપમાં રહેતાપુખ્ત વયના યુવક યુવતીને સુરક્ષા આપવાનો નામદાર કોર્ટે ઇન્કાર કર્યો હતો . પરંતુ ઉપરોક્ત યુવક યુવતીના સંજોગો જુદા હોવાથી નામદાર કોર્ટે  તે બંનેને સુરક્ષા આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:05 pm IST)