Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

તીખાશને તુરંત પારખી શકતી જીભ ધરાવતા લોકો કોરોનાને જલદી હરાવે છે!

આવા સુપરટેસ્ટરોમાં પાંચ દિવસોમાં જ કોવીડ-૧૯ના લક્ષણો દેખાય છેઃ સરેરાશ ૪૬ વર્ષના ૧૯૩પ લોકો ઉપર અધ્યયન

ચેન્નાઇ, તા., ૮: જો કોઇ વ્યકિત અજમાનો સ્વાદ તુરંત પારખી શકે છે તો તે વ્યકિત કોરોનાને પણ જલ્દી મ્હાત આપી શકે છે. શિકાગોમાં સ્મેલ એન્ડ ટેસ્ટ ટ્રીટમેન્ટ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના ન્યુરોલોજીકલ ડાયરેકટર ડો. એલન હીર્શના નિર્દેશનમાં ૧૯૩પ લોકો પર થયેલી શોધમાં આ ખુલાસો થયો હતો.

શોધમાં સામેલ લોકોની સરેરાશ ઉંમર ૪૬ વર્ષ હતી. ખરેખર સુપરટેસ્ટર એ લોકો હોય છે જે કડવાહટ કે તિખાશ પ્રત્યે અત્યાધીક સંવેદનશીલ હોય છે. શોધકર્તાઓએ કહયું કે આ લોકોને કોરોના થવાની અને હોસ્પીટલમાં ભર્તી થવું પડે તેવી સંભાવના ઓછી રહે છે.

અધ્યયનમાં જાણવા મળ્યું કે સુપરટેસ્ટરે માત્ર પાંચ દિવસોમાં જ કોવીડ-૧૯ના લક્ષણોને અનુભવી લીધા હતા. આથી વિપરીત જે લોકો સાચો  સ્વાદ ઝડપથી પારખી નથી શકતા તે લોકોને આશરે ર૩ દિવસે કોવીડના લક્ષણો મહેસુસ થઇ શકે છે. કડવો કે તીખો સ્વાદના રીસેપ્ટર્સ જેને ટી2આર38 ના નામથી ઓળખાય છે. જે આપણી જીભમાં મળી આવે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે જો કોઇ કડવાહટ  અને તીખાશનો સ્વાદ નથી પારખી શકતા  તે લોકોએ વધુ સાવધાન રહેવું જોઇએ. અધ્યયન દરમિયાન ર૬૬ (૧૩.૭ ટકા) પ્રતિભાગ્યોમાં કોવીડ-૧૯ ના આરટીપીસીઆર પરીક્ષણ પોઝીટીવ રહયા હતા. આમાથી પપ (ર૦.૭ ટકા) પ્રતિભાગ્યોને હોસ્પીટલમાં દાખલ થવાની જરૂરીયાત પડી હતી. સુપરટેસ્ટરના સંક્રમીત હોવાની તુલનામાં નોનટેસ્ટરના સંક્રમીત હોવાની આશંકા વધુ રહે છે. ટેસ્ટરમાં કોરોનાના હલકા કે મધ્યમ લક્ષણ દેખાવાની આશંકા હતી. જેને કોવીડ માટે હોસ્પીટલમાં પણ જવુ પડતુ નથી.

ઇએનટી વિશેષજ્ઞ અને શોધકર્તા ડો.હેનરી બર્હમના કહેવા મુજબ ટી૨આર૩૮ ને ઉતેજીત કરવામાં આવે છે. તો શ્વાસ લેને વાલે ન્યુકોસામાં વાયરસને મારવાની કે રોકવાની મદદ કરવા માટે નાઇટ્રીક ઓકસાઇડ કા ઉત્પાદન કરી પ્રતિક્રિયા આપે છે. આ મ્યુકસ મેમ્બ્રેન શ્વસન તંત્રને યોગ્ય કરે છે અને વાયરસના પ્રવેશ માટે એક બીંદુ છોડે છે. જેમાં સાર્સ-સીઓવી-ર પણ સામેલ હોય છે.

(1:01 pm IST)