Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ચોમાસાએ મુંબઇ સિવાય મહારાષ્ટ્રના ૩૦ ટકા ભાગોમાં કવર કરી લીધું: ત્રણ દિ' પૂર્વ ભારતના રાજયોમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્ર અને પૂર્વ ભારત પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર (મુંબઇ સિવાય)માં ૩૦ ટકા વિસ્તારોમાં મોનસુન કવર થઇ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ પૂર્વોતર અને પૂર્વ ભારતના અનેક રાજયોમાં ભારે વરસાદ ખાબકશે. આજે આંધ્રપ્રદેશ, ઓરીસ્સા, કાલે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિકકીમ અને ગુરુવારે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે.

(12:59 pm IST)