Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

આફ્રિકાની ડર્બન કોર્ટે ગાંધીજીના પ્રપૌત્રી આશિષલતા રામ ગોબિનને ૭ વર્ષની જેલ સજા ફટકારી કરોડોની છેતરપિંડી

નવી દિલ્હી : મહાત્મા ગાંધીની ૫૫ વર્ષની પ્રપૌત્રીને સાઉથ આફ્રિકાના ડરબનની એક અદાલતે સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. તેમના ઉપર કરોડોની છેતરપિંડી કરવાનો આરોપ છે. ડરબન કોર્ટે આશીષ લતા રામગોબિનને દોષીત ઠેરવી હતી. આશીષ લતા રામગોબિનને કોર્ટે ૬૦ લાખ દક્ષિણ આફ્રિકન રેન્ડ (ભારતીય ચલણમાં તેની કિંમત સવા ત્રણ કરોડ થવા જાય છે)ના ફ્રોડ કેસમાં દોષી ઠેરવ્યાનુ પ્રસિદ્ધ થયું છે.

આશીષ લતા રામગોબિન પર બિઝનેસમેન એસ આર મહારાજ સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. એસ આર મહારાજે લતા રામગોબીનને ભારતથી આવનાર માલ માટે  કસ્ટમ્સ અને આયાત ડ્યુટીઝ કિલયર કરવા માટે એડવાન્સમાં આફ્રિકન ચલણમાં ૬૦ લાખ રેન્ડ આપ્યા હતા.

સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું હતું કે લતા રામગોબીન ઓગસ્ટ ૨૦૧૫માં ન્યુ આફ્રિકા એલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રિબ્યુટરના ડિરેકટર મહારાજને મળ્યા હતા. કંપની કપડાં, શણ અને ફૂટવેર આયાત કરે છે અને તેનું વેચાણ કરે છે.

(12:57 pm IST)