Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

DHFL ડિલીસ્ટ થશે

DHFL કેસમાં NCLT એ પિરામલ જૂથના રિઝોલ્યુશન પ્લાનને શરતી મંજૂરી આપી

મુંબઇ, તા.૮: DHFLના રિઝોલ્યુશનની પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ(NCLT)એ સોમવારે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના રિઝોલ્યુશન માટે પિરામલ જૂથના પ્લાનને મંજૂરી આપી દીધી છે. જો કે તેની સાથે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત NCLTDHFLના ભૂતપૂર્વ પ્રમોટર કપિલ વાધવાનની અરજીને ફગાવી દીધી હતી કે જેમાં વાધવાને રિઝોલ્યુશન પ્લાનની કોપી આપવાની માંગ કરી હતી.

ટ્રિબ્યૂનલે હવે રિઝોલ્યુશન પ્લાન હેઠળ કંપનીની કમિટી ઓફ ક્રેડિટ(CoC)ને નાની ફિકસ ડિપોઝિટ ધરાવતાં રોકાણકારોને વધારે નાણાં આપવાનું જણાવ્યું છે. એનસીએલટીએ જણાવ્યું હતું કે અમે યોજનાને ફરીથી સીઓસી પાસે મોકલતા નથી, અમે તેમની વ્યવસાયિક બુદ્ઘિમત્તાનું સમ્માન કરીએ છીએ. DHFLના સંપૂર્ણ રિઝોલ્યુશન પ્રક્રિયામાં NCLT તરફથી પિરામલ જૂથના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી છે તે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. હવે સીઓસી ભંડોળની વહેંચણી ફરીથી કરવા માટે વિચારણા કરી શકે છે.

NCLT એ તો પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે, પરંતુ હવે આખરી નિર્ણય નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યૂનલ(NCLAT)ના હાથમાં છે. આ ઉપરાંત કપિલ વાધવાને પણ આ કેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે, સુપ્રીમ કોર્ટના આખરી નિર્ણયની પણ ડીએચએફએલના ભાવિ પર અસર પડશે.

(12:02 pm IST)