Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

દરેક ધર્મનો એક જ સારઃ પ્રકૃતિ એ જ જીવન

ધર્મગ્રંથો પર્યાવરણ સંરક્ષણનો બોધ આપે છેઃ ભગવાન બુધ્ધે વૃક્ષોમાં જીવન હોવાનું કહેલઃ તુલસીદાસજીએ પણ પ્રકૃતિ નિર્મળ રહેશે તો પ્રાણીમાત્ર માટે સુખદાયી રહેશેનું ચોપાઇમાં જણાવ્યું છે : કોરોના કાળમાં પ્રાણ માટે પ્રાણવાયુની કિંમત સમજાણી છે ત્યારે પર્યાવરણના માલીક કરતા સંરક્ષક બનવું જરૂરી : હિન્દુ ધર્મમાં પ્રકૃતિ પૂજનઃ કુરાનમાં ૪૮પ વાર પ્રકૃતિ શબ્દ, ગુરૂગ્રંથ સાહેબનાં પહેલા શ્લોકમાં જ ગ્લોબલ વોર્મીંગનું સમાધાનઃ જૈન ધર્મમાં ર૪ તીર્થંકરોના નામથી ર૪ વૃક્ષ

ભોપાલ તા. ૭: કોરોના કાળમાં શ્વાસ ઉપર સંકટ હજી દુર નથી થયું. દવા, દુઆ અને પ્રાર્થના વચ્ચે સત્ય પણ એકવાર ફરી સામે આવ્યું છે કે આપણો પ્રાણ બચાવવા પ્રાણવાયુ કેટલો જરૂરી છે. આ પ્રાણવાયુ શુધ્ધ હોવો પણ જરૂરી છે. જેથી ફેફસા સાફ રહે.

કેવી વિડંબણા છે કે જે પ્રભુ-અને પ્રાણોની રક્ષા માટે પોકારીએ છીએ તેમની કહેલી વાતોનો અમલ નથી કરતા. એવો કોઇ ધર્મ નથી જેના ગ્રંથો અને દેવી-દેવતાઓ, પયગંબર, તીર્થકરોએ પ્રકૃતિ અને પર્યાવરણ સુરક્ષા અને સંરક્ષણનો સંદેશ ન આપ્યો હોય.

ગીતામાં પ્રકૃતિ સાથે અભેદને વ્યકત કરતા શ્રી કૃષ્ણએ જણાવેલ છે કે ''અશ્વથ સર્વવૃક્ષાણાં'' અર્થાત વૃક્ષોમાં તેઓ પોતાને પીપળો ગણાવે છે. સનાતન ધર્મમાં વૃક્ષ અને પર્વતોની પૂજાનું વિધાન છે. રામાયણ કાળના ભારતમાં વૃક્ષ, નદી જળસાશયો પ્રત્યે લોકોમાં જૈવ સત્તાનો ભાવ હતો. ગુરૂનાનક દેવે પોતાની વાણી દ્વારા માણસને કુદરતમાં સમાવવાનો સંદેશ આપ્યો છે.

ઇસ્લામમાં કાયનાતનું શોષણ ગુન્હો અને સંરક્ષણ કરવું ઇબાદત માનવામાં આવે છે. પવિત્ર કુરાન અંગે મધ્યપ્રદેશ ઉલેમા બોર્ડના અધ્યક્ષ કાઝી સૈયદ અનસ અલીએ જણાવેલ કે કુરાનમાં લગભગ ૧૬૦૦માંથી ૭૦૦ માં પ્રકૃતિનો ઉલ્લેખ છે. કુરાનમાં ધરતી શબ્દનો પ્રયોગ ૪૮પ વાર થયો છે. પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ સાથે જોડાયેલ અનેક હદીસોમાં પર્યાવરણ સંબંધી પ્રસંગો છે. કુરાન અને હદીસમાં વન સંરક્ષણની શીખ આપવામાં આવી છે.

ગોસ્વામી તુલસીદાસજીએ પણ પ્રકૃતિ નિર્મળ રહેવાથી પ્રાણીમાત્ર માટે સુખદાયી છે. ચોપાઇથી સ્પષ્ટ છે. ક્ષતી જલ પાકક ગગન સમીરા, પંચ રચિત અતિ અધમ સરીરા.

ગુરૂગ્રંથ સાહેબના પ્રથમ શ્લોકના ૭ અક્ષર જ ગ્લોબલ વોર્મીંગનો સમાધાન દર્શાવે છે. તેમાં હવાને ગુરૂ, પાણીને પિતા અને ધરતીને માતા કહ્યું છે. તેમનું સન્માન સંરક્ષણ કરવું, તો સૃષ્ટી અને આપણે બધા સુરક્ષીત રહી શકીએ છીએ.

ભગવાન બુધ્ધ પર્યાવરણના રક્ષક હતા. ભંતે શાકયપુર સાગરનું કહેવું છે કે ભગવાન બુધ્ધે હજાર વર્ષ પહેલા કહ્યું હતું કે, જીવ સંજીનો અર્થાત વૃક્ષમાં જીવન છે. પ્રકૃતિ આ બધી માનવીય ઘટકોમાં સર્વોપરી છે. બાઇબલ અંગે પ્રોસ્ટેંટ ચર્ચના પાસ્ટર અર્જુનસિંહ અને અનિલ માર્ટીને જણાવેલ કે બાઇબલમાં સર્વ શકિતમાન પરમેશ્વર યહોવા, જેમણે ધરતી ઉપર પર્યાવરણ બનાવ્યું, તો માણસને સુરક્ષાની જવાબદારી સોંપી. માનવોએ પ્રકૃતિના સંરક્ષક બનવું જોઇએ ન કે માલીક.

જૈન ધર્મના પ્રતિષ્ઠાચાર્ય કમલ કમલાંકુરે જણાવેલ કે જૈન ધર્મમાં ર૪ તીર્થકરોના નામથી અલગ-અલગ ર૪ છોડ છે. જૈન ધર્મ વૃક્ષોને ઇશ્વરના પ્રતિનિધી માને છે વૃક્ષો કાપવાને હત્યા જેવા અપરાધમાં સામેલ કરાયો છે.

(12:00 pm IST)