Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ગંગાનદીના પાણીમાં કોરોના ફેલાયો છે કે કેમ ? : સઘન તપાસ શરૂ : 13સ્થળોએથી નમૂના લેવાયા

પાણીમાં ઉપલબ્ધ વાયરસના આરએનએનો કાઢવામાં આવશે આરટી-પીસીઆર ટેસ્ટીંગ કરાશે

નવી દિલ્હી : કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન યુપી અને બિહારની ગંગા નદીમાં મૃતદેહ ફેંકાતાં તંત્ર ચોકી ઉઠ્યું હતું આ ઘટનાને ધ્યાનમાં રાખી કેન્દ્રએ તપાસ શરૂ કરી છે કે નદીના પાણીમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો કે કેમ  ?

 

લખનૌ સ્થિત ભારતીય વિષવિજ્ઞાન અનુસંધાન સંસ્થાન (આઈઆઈટીઆર)ના ડાયરેક્ટર સરોજ બારિકે કહ્યું કે અનેક તબક્કામાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને કન્નૌજ તેમજ પટણાના 13 સ્થળો પરથી નમૂના એકઠા કરવામાં આવી રહ્યા છે. વિષાણુ વિજ્ઞાન સંબંધી અભ્યાસ દરમિયાન પાણીમાં ઉપલબ્ધ વાયરસના આરએનએનો કાઢવામાં આવશે અને તેમાં કોરોના વાયરસનો પતો મેળવવા માટે આરટી-પીસીઆર ટેસ્ટીંગ કરવામાં આવશે

તેમણે કહ્યું કે આઈઆઈટીઆર વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદને આધીન એક સંસ્થા છે. આ અભ્યાસ હેઠળ નદીની જૈવિક વિશેષતાઓની પણ તપાસ કરવામાં આવશે. એપ્રિલ-મેમાં કોરોના વાયરસની બીજી લહેરના ચરમ પર હોવા દરમિયાન નદીમાં મૃતદેહ મળી આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મીશને આ અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો હતો.

(11:25 am IST)