Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

એપલ ' વર્લ્ડ વાઈડ કોન્ફરન્સ 2021 શરૂ : ગઈકાલ 7 જૂનથી શરૂ થયેલી આ કોન્ફરન્સમાં મહત્વની ઘોષણાઓ કરાઈ : કેમેરાને ગુગલ લેન્સ જેવું ફીચર , હેલ્થ ,પ્રાઇવસી , મેસેજ , તથા નોટિફિકેશનમાં અદ્યતન સુવિધાઓ ઉમેરાશે

યુ.એસ.: એપલ વર્લ્ડ વાઈડ ડેવલપમેન્ટ  કોન્ફરન્સ 2021 ગઈકાલ 7 જૂનથી શરૂ થઇ ગઈ છે. એપ.ડેવલપર્સ ની એક ફિલ્મ સાથે શરૂ થયેલી આ કોન્ફરન્સમાં નીચે મુજબની મહત્વની  ઘોષણાઓ કરાઈ હતી.

હેલ્થ : યુઝર્સ હવે પરિવારના સભ્યો સાથે હેલ્થ એલર્ટ ડેટા શેર કરી શકશે. વૃદ્ધ માતાપિતાના સ્વાસ્થ્ય ઉપર નજર રાખવા માટે આ ફીચર ઉપયોગી થશે.કંપનીએ જણાવ્યા મુજબ એપમાં આ માટેના  તમામ ડેટા ફિટ કરી દેવાયા છે.હવે આ એપલ હેલ્થ ફીચરમાં પણ નવા સુધારા ઉમેરી દેવાશે. જે મુજબ તમારી ચાલવાની સ્ટાઇલ અને તેનાથી ઉભા થતા જોખમ વિષે તમને જાગૃત કરાશે .તેમજ ચાલતા ચાલતા પડી જવાના જોખમમાંથી તમને બચાવવા માટે કરવાની થતી એક્સરસાઇઝ પણ સુચવાશે.

પ્રાઇવસી : હવે  પ્રાઇવસીમાં વધારો કરાયો છે. જે મુજબ આઇ .પી. એડ્રેસ છુપાવવા માટે મેલ પ્રાઇવસી પ્રોટેક્શન જોડવામાં આવશે.જે સેન્ડરને તમે મેલ ખોલ્યો કે ન ખોલ્યો અથવા ક્યારે ખોલ્યો તે જાણવા ઉપર રોક લગાવશે .એપલ સેટિંગ્સમાં નવો પ્રાઇવસી રિપોર્ટ જોડશે.

Apple IOS 15 : કેમેરાને ગુગલ લેન્સ જેવું ફીચર મળશે. જે યુઝરને કોપી કરવાની મંજૂરી આપશે. લાઈવ ટેક્સ્ટ યુઝરને ટેક્સ્ટ ,ફોન નંબર ,લિંક ,વગેરે ઓળખવા દેશે. સ્ક્રીન શોટ કવિક લુક ઉપર કામ કરશે.તથા સાત ભાષાઓને સમજી જશે.તે આઈ ફોન ,આઈ પેડ ,તથા મૈક ઉપર કામ કરશે.

Apple IOS 15 : નોટિફિકેશન - નોટિફિકેશન  પણ બહેતર બનાવાયું છે.તમે એક ડેડીકેટેડ મોડ સેટ કરી શકો છો.જેથી મેસેજ તમને પરેશાન ન કરી શકે.જોકે ખુબ જરૂરી મેસેજ તેનો રસ્તો ખોળી કાઢી શકે છે.યુઝર્સ એક ફોક્સ પણ સેટ કરી શકે છે. જે મુજબ નક્કી કરેલા સમયે નોટિફિકેશન તથા એલર્ટ આપ જોઈ શકશો .

Apple IOS 15 : મેસેજ - મેસેજને પણ હવે નવું અપડેશન મળશે. જે મુજબ  એક નવું ' શેર્ડ વિથ યુ ' સેક્શન જોવા મળશે.યુઝર્સ આ મેસેજને જરૂર જણાયે પિન પણ કરી શકશે.તેવું એબીપીએન ડીએચ દ્વારા જાણવા મળે છે.

(11:20 am IST)