Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોપરના ભાવમાં તેજી : એસી સહિત ઇલેકટ્રોનિકસ ઇલેકટ્રિક સામાન, કન્સ્ટ્રકશન મટીરિયલ્સ મોંઘા થશે

કોપરે ૧ વર્ષમાં ૧૦૦ ટકા રિટર્ન આપ્યું : કોપરનો ઉપયોગ ઇલેકટ્રોનિકસ વસ્તુ બનાવવામાં થાય છે

નવી દિલ્હી,તા.૮ :  કોપરની કિંમતોમાં હાલમાં દ્યણી તેજી આવી છે. એનું કારણ એ છે કે, ગ્લાબલ ઈકોનોમીમાં સુધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં ઔદ્યોગિક કોપરની ખપત વધી છે. તે ઉપરાંત વૈશ્વિક કોપરનું લગભગ એક ચતુર્થાંશ ઉત્પાદન કરનારા ચિલીએ તેના માઈનિંગ પર ૭૫ ટકા સુધી ટેકસ લગાવવાની જાહેરાત કરી ચૂકયું છે. એ કારણોથી કોપરની માંગ અને કિંમત ઝડપથી વધી છે. કોમોડિટી બજાર સાથે જોડાયેલા જાણકારો મુજબ, આવનારા સમયમાં કોપરની કિમતમાં હજુ તેજી આવી શકે છે. કોપરનો ૬૫ ટકા ઉપયોગ ઈલેકિટ્રકલ, ૨૫ ટકા કન્સ્ટ્રકશન, ૭ ટકા ટ્રાન્સપોર્ટ અને ૩ ટકા અન્ય સેકટરમાં થાય છે.

ભારતીય બજારની વાત કરીએ તો માંગમાં વધારો થવાથી ગત મહિને વાયદા બજારમાં તાંબાની કિંમત ૭૭૬.૫૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. હાલમાં એમસીએકસ પર જૂન ડિલીવરીવાળું તાંબુ ૭૩૮.૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. દેશમાં લોકડાઉન સંપૂર્ણ રીતે ખૂલ્યા પછી તેની કિંમતમાં વધારો થઈ શકે છે. તેના કારણે એસીની કિમતો પહેલેથી જ વધી ચૂકી છે. આવનારા દિવસોમાં પાણીની મોટર, ઘરના ઈલેકિટ્રક ફિટિંગથી લઈને કૂકર, મિકસર ગ્રાઈન્ડર વગેરે સામાનોની કિંમતોમાં વધારો થઈ શકે છે. ઈલેકિટ્રકલ વાયરિંગ ઉપરાંત કોપરનો ઉપયોગ હીટિંગ એલીમેન્ટ્સ, મોટર્સ, રિન્યુએબલ એનર્જી, ઈન્ટરનેટ લાઈન્સ અને ઈલેકટ્રોનિકસમાં પણ થાય છે. કન્સ્ટ્રકશન મટીરિયલના રૂપમાં વર્ષોથી કોપરનો ઉપયોગ થયો રહ્યો છે.

બજેટમાં સરકારે કોપર સ્ક્રેપ પર આયાત ડ્યુટીને ૫ ટકાથી ઘટીને ૨.૫ ટકા કરી દીધી હતી. તેનાથી તાંબુ સસ્તુ થવાની આશા હતી, પરંતુ દુનિયાભરમાં ઈકોનોમી પાછી પાટા પર આવી રહી છે. એ કારણે ઔદ્યોગિત ઉત્પાદનમાં તેજી આવી રહી છે. ઉદ્યોગોમાં મોટા પ્રમાણ પર કોપરનો ઉપયોગ થાય છે, એટલે તેની માંગ વધી રહી છે. એ જ કારણે તાંબાની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી રહી છે. કેબલ, પંખા, કૂલર, એસી જેવી વીજળીના મોટાભાગના સામાનોમાં કોપરનો ઉપયોગ થાય છે. કોપરની કિંમત વધવાથી આ બધી વસ્તુઓ પણ મોંઘી થઈ જશે.

કોરોના મહામારીને કારણે માર્ચ ૨૦૨૦માં અન્ય ઘણી કોમોડિટીની જેમ કોપરમાં પણ ભારે દ્યટાડો આવ્યો હતો. પરંતુ, સ્થિતિમાં થઈ રહેલા સુધારાની સાથે તેની કિંમત સુધરતી ગઈ. એમસીએકસ પર કોપરનો ભાવ માર્ચ ૨૦૨૦માં ઘટીને ૩૩૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦એ તે ૫૯૪.૧૫ રૂપિયા પર બંધ થયો હતો. તાજેતરમાં એમસીએકસ પર જૂન ડિલીવરીવાળું તાંબુ ૭૩૮.૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેન્ડ કરી રહ્યું છે.

કોપરને આર્થિક સ્થિતિનું બેરોમીટર માનવામાં આવે છે. કોપરની કિંમતથી આર્થિક સ્થિતિનું સરળતાથી આંકલન કરી શકાય છે. ખરાબ આર્થિક સ્થિતિમાં કોપરની માંગ ઘટે છે અને તેની કિંમત પણ ઘટી જાય છે. આર્થિક તેજી આવવા પર કોપરની માંગ વધે છે અને કિંમત પણ વધી જાય છે. તજજ્ઞોનું કહેવું છે કે, તાંબાની કિંમતોમાં ભવિષ્યમાં પણ વધારો થશે. લંડન મેટલ એકસચેન્જ (એલએમઈ) પર કોપરની કિંમતમાં આ વર્ષે ૩૪ ટકાની તેજી આવી છે.

(11:12 am IST)