Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

યુપીના બારાબંકીની ઘટના

૩૦૦થી વધારે મહિલાઓનો સોદો કરનાર 'દલાલ'એ પોતાની જ પુત્રવધૂને રૂ.૮૦,૦૦૦માં વેચી : પતિની ફરિયાદથી અમદાવાદના લોકો ઝડપાયા

બારાબંકી,તા.૮: ઉત્ત્।ર પ્રદેશના બારાબંકીમાં  લગ્ન માટે ૩૦૦થી વધારે યુવતીઓનો સોદો કરી ચૂકેલા વ્યકિતએ પોતાની જ પુત્રવધૂનો ૮૦,૦૦૦ રૂપિયામાં સોદો કર્યો હતો. જેના માટે ગુજરાતમાંથી  આવેલા આઠ લોકો સાથે ડીલ ફાઈનલ થઈ હતી. પૈસા પણ આપી દીધા હતા. પોલીસે યુવતીને ખરીદનાર ગુજરાતમાં રહેતા આઠ લોકોની ધરપકડ કરી હતી. તેમની સામે માનવ તસ્કરીની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જયારે યુવતીને તેના પતિને સોંપવામાં આવી હતી.

એએસપી નોર્થ અવધેશ સિંહે જણાવ્યું કે શનિવારે રાત્રે આશરે ૧૨ વાગ્યે એક યુવકે પોલીસને ફોન કરીને જણાવ્યુ હતું કે તેની પત્નીને તેના જ પિતાએ ગુજરાતના લોકોને ૮૦,૦૦૦ રૂપિયામાં વેચી લીધી છે.

પતિની સુચનાના આધારે પોલીસ બારાબંકી રેલવે સ્ટેશન ઉપર પહોંચીને યુવતીને છોડાવી હતી. બીજી તરફ તેને ખરીદનાર આઠ લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદના સાહિત પંચા, પપ્પુ ભાઈ શર્મા, અપૂર્વ પંચા, ગીતાબેન, નીતાબેન, શિલ્પા બેન, રાકેશ અને અજય પંચાની ધરપકડ કરવામાં આવી છે.

(11:10 am IST)