Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

B.1.1.28.2: કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યોઃ આપે છે ગંભીર બીમારીઃ પણ કોવેકસીન તેનો છે ઇલાજ

NIV પુણેને ભારતના સેમ્પલમાં મળ્યો નવો વેરિયન્ટઃ સૌ પહેલા બ્રાઝીલમાં મળ્યો હતો

નવી દિલ્હી, તા.૮: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)એ કોવિડ ૧૯ના નવા વેરિએન્ટ B.1.1.28.2ને શોધી નાંખ્યો છે.

આ વેરિએન્ટ યૂનાઈડેટ કિંગડમ અને બ્રાઝિલથી ભારતમાં આવનારા લોકોમાં મળનારો આ નવો વેરિએન્ટ સંક્રમિત લોકોમાં ગંભીર બિમારી પેદા કરી શકે છે.  NIVના પૈથોજેનિસિટીની તપાસ કરીને જણાવ્યું છે કે આ વેરિએન્ટ ગંભીર રુપથી બિમાર કરી શકે છે. સ્ટડીમાં વેરિએન્ટની વિરુદ્ઘ રસી અસરદાર છે કે નહીં તેને લઈને સ્ક્રિનિંગની જરુરિયાત દર્શાવાઈ છે.

NIVની આ સ્ટડી ઓનલાઈન  bioRxivમાં છપાઈ છે. જો કે  NIV પૂણેની જ વધુ એક સ્ટડી કહે છે કે કોવેકિસન આ વેરિએન્ટની વિરુદ્ઘ અસરકારક છે.  સ્ટડી અનુસાર રસીના બન્ને ડોઝથી જે એન્ટીબોડી બને છે તે આ વેરિએન્ટના ન્યૂટલાઈઝ કરવામાં સક્ષમ છે.

સ્ટડી અનુસાર  B.1.1.28.2 વેરિએન્ટે સંક્રમિત સીરિયાઈ ઉંદર પર અનેક પ્રકારના પ્રતિકુળ પ્રભાવ દર્શાવ્યા છે. જેમાં વજન ઓછુ થવુ, શ્વાસન તંત્રમાં વાયરસની કોપી બનાવવી, ફેફસામાં ઘા અને તેમાં ભારે નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે. સ્ટડીમાં  SARS-CoV-2ના જીનોમ સર્વિલન્સની જરુરિયાત પર ભાર મુકયો છે. જેથી ઈમ્યૂનિટી સિસ્ટમથી બચી નીકળવા વાળા વેરિએન્ટને લઈને તૈયારી કરી શકાય.

ગત દિવસોમાં  INSACOG અને નેશનલ સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ  (NCDC)ના વૈજ્ઞાનિકોનું રિસર્ચ સામે આવ્યુ હતુ. બીજી લહેરની પાછળ સૌથી મોટુ કારણ ડેલ્ટા વેરિએન્ટ (B.1.617) છે. ડેલ્ટા વેરિએન્ટ પહેલા મળેલ આલ્ફા વેરિએન્ટ (B.1.1.7)થી ૫૦ ટકાથી વધારે લોકો સંક્રમિત થાય છે. ડેલ્ટા વેરિએન્ટ તમામ રાજયોમાં મળ્યો છે. પણ આનાથી સૌથી વધારે દિલ્હી, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં લોકો સંક્રમિત મળ્યા છે.

(11:06 am IST)