Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અદભૂત !: દોઢ દાયકાથી જાતે અખબાર લખીને ફોટો કોપી કરાવી વિવિધ વિસ્તારોમાં ચીપકાવે છે

મુઝફફરનગરઃ આજના આ ડિજિટલ જમાનામાં હાથેથી લખવામાં આવેલું સમાચારપત્ર આપણને જૂનું લાગી શકે છે, પણ મુઝફ્ફરનગર જિલ્લાના એક ખુણામાં આજે પણ પ્રાસંગિક છે. વિદ્યા દર્શન અખબારના માલિક અને સંપાદક દિનેશ પાસે ન તો કોઈ પ્રિન્ટિંગ પ્રેસ છે, ન કોઈ કર્મચારી છે અને ન તો ટાઈપરાઈટર છે. આર્ટ પેપર શીટ્સમાં તે ખુદ લખે છે અને ચિત્રબનાવે છે. અખબાર લખ્યા બાદ તે તેની નકલો કરાવે છે અને પછી શહેરના વિભિન્ન વિસ્તારો સુધી તેને લઈ જઈને ચિપકાવે છે. આ અખબારનું નામ વિદ્યા દર્શન છેે.

દિનેશની ઉંમર પચાસ વર્ષની આસપાસ કહેવાઈ રહી છે. તે કહે છે, હું છેલ્લા ૧૭ વર્ષોથી પોતાનું અખબાર લખી રહ્યો છું. મને ખબર લખવામાં લગભગ ત્રણ કલાક લાગે છે. ગાંધીનગર કૉલોનીના રહેવાસી દિનેશ પાસે એક જૂની સાયકલ છે.

 દરરોજ બદલવા માટે તેની પાસે કપડા પણ નથી. તે કહે છે, લોકો મારૂ અખબાર વાંચે છે કેમ કે હું સ્થાનીક મુદ્દા અને ઘટનાઓને ઉજાગર કરૂ છું. જો કે હું અખબારમાંથી કંઈ નથી કમાતો, માટે હું સાંજે આઈસ્ક્રીમ વેચીને ગુજરાન ચલાવું છું.

દિનેશને ખુશી ત્યારે મળે છે જ્યારે તે જુએ છે કે લોકો વાંચવા માટે તેના અખબારની આજુ-બાજુ ફરે છે. દિનેશ માટે પત્રકારિતા એક જુનૂન છે. તેણે કહ્યું, ઁહું પત્રકારિતામાંથી એક પૈસા નથી કમાતો. મને ક્યારેય કોઈ જાહેરાત કે સરકારી સમર્થન નથી મળ્યું, પણ મારા કામથી મને ખુબ સંતુષ્ટિ મળે છે. તે અખબાર લખ્યા બાદ ફોટોકૉપી  કરાવે છે.

તદ્દપરાંત, દિનેશે એમ પણ કહ્યું કે તેણે પોતાના સમાચાર પત્રમાં સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો જેણે લોકોને આત્મનિરીક્ષણ કરવા માટે મજબૂર કર્યા. તેણે કહ્યું, હું કદાચ જ ક્યારેક રાજનીતિ પર લખું છું. હું સામાજિક પ્રાસંગિકતાવાળી ઘટનાઓ પર લખવાનું પસંદ કરૂ છું. જે કોઈ પણ મારું અખબાર વાંચે છે, તે જાણે છે કે જિલ્લામાં વાસ્તવમાં શું થઈ રહ્યું છે.

(11:04 am IST)