Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

બેરોજગારીનો દર ૧૧ મહિના બાદ બેવડા અંકમાં

લોકડાઉનની અસર : મેમાં ૧.૫ કરોડ લોકોએ નોકરી ગુમાવી : ગયા વર્ષે જુનમાં બેરોજગારીનો દર હતો ૧૦.૧૮ ટકા : સર્વેમાં ખુલાસો

નવી દિલ્હી તા. ૮ : દેશમાં કોરોનાની બીજી લહેરનોકહેર હવે ઘટાડો થયો છે. પરંતુ તેના લીધે કરવામાં આવેલા લોકડાઉનથીદેશની અર્થવ્યવશ્થાઠપ્પ થઇચુકીછે. જેનાલીધે કરોડો લોકો તેમની નોકરીઓમાંથી હાથ ધોઈને બેઠા છે. એક પ્રાઇવેટ રિસર્ચ ગ્રુપ દ્વારા કરેલા સર્વે મુજબ, આ વર્ષે મેના મહિનામાં ભારતમાં અંદાજે ૧.૫ કરોડથી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી છે.

તેના લીધે બેરોજગારીનીદરમાં વધારો થયો છે. બીજી લહેરનાલીધે ગયા મહિને મે માં બેરોજગારી દર ૧૧.૯ ટકા થઇ ગઈ છે. જયારેતેના ગયા મહિને એપ્રિલમાં તે૭.૯૭ ટકા પર હતો. તે ગયા વર્ષે કરેલા લોકડાઉન બાદથી સૌથી વધુ છે. ગયા વર્ષે જૂનમાં બેરોજગારી ૧૦.૧૮ ટકા હતી. સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમીના જણાવ્યા મુજબ, કામકાજીઉંમરના અંદાજે ૧૪.૭૩ ટકા લોકો શહેરી ક્ષેત્રોમાં અને ૧૦.૬૩ ટકા ગ્રામીણ ક્ષેત્રોમાં બેરોજગાર થયા.

ગયા વર્ષે એપ્રિલમાં કોરોના મહામારીના લીધે દેશભરમાં લગાવામાં આવેલા લોકડાઉન દરમ્યાનસૌથી વધુ બેરોજગારી દર હતો. જયારેતેનો દર ૨૩.૫૨ ટકા હતો. જોકે ત્યાર બાદઆ દરમાં આવતા જ આવતા મહિનાથી ઘટાડો થવા લાગ્યો છે. અને મે ૨૦૨૦માં દેશની બેરોજગારી દર ૨૧.૭૩ ટકા પહોંચી ગયો છે.

સીએમઆઈઈના જણાવ્યા મુજબ, મેના મહિનામાં ૩૭.૫૪૫ કરોડો લોકો પાસે રોજગાર છે. તેમાં વિવિધ પ્રકારના અનૌપચારિક કાર્ય સામેલ છે.એપ્રિલમાં ૩૯.૦૭૯ કરોડ લોકોનોરોજગાર મળ્યો. જેનો અર્થ એ છે કે મેમાં ૧.૫૩ કરોડથી વધુ નોકરીઓ ચાલી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સંક્રમિત હોવાનોડર અને વેકિસનેશનના લીધે અનેક કર્મીઓના મનમાં કામ અંગે ડર વધ્યો જેનાલીધે લેબર ફોર્સ પાર્ટીસીપેશન રેટમાં ઘટાડો થયો છે. એલએફપીઆર કોઈ ખાસ ઉંમરના લોકો દ્વારા કામ કરતા અથવા સક્રિય રૂપથી કામની શોધ કરી રહેલા લોકો અને તે ખાસ આયુવર્ગની કુલ જનસંખ્યાનો ભાગ છે.

આ રેતમાં સામાન્ય રીતે ૧૫ વર્ષ તેનાથી ઉપરના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ બેરોજગારીનો દર સક્રિય રૂપથી કામની શોધ કરી રહેલા બેરોજગારો અને લેબર ફોર્સ વચ્ચેનું પ્રમાણ છે.

(10:53 am IST)