Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

હેલ્થ નિષ્ણાતો પણ માથુ ખંજવાળવા લાગ્યા

લખનૌઃ રસીના બંને ડોઝ લીધા બાદ પણ એન્ટીબોડી નથી બનીઃ સ્ક્રીનીંગમાં ખુલાસો

૭ ટકા લોકોમાં બે ડોઝ લીધા પછી નથી બની એન્ટીબોડી

લખનૌ, તા.૮: ઉત્તર પ્રદેશના લખનૌમાં રસીના ડબલ ડોઝ લીધા બાદ પણ એન્ટીબોર્ડી નથી બનવાના મામલા સામે આવ્યા છે.

મેડિકલ કોલેજના બ્લડ એન્ડ ટ્રાન્સફ્યૂજન ડિપાર્ટમેન્ટની સ્ક્રીનિંગમાં ૭ ટકા લોકોમાં વેકિસન લગાવ્યા બાદ પણ એન્ટીબોર્ડી નથી બની શકવાના કેસ સામે આવ્યા છે. આ ટેસ્ટથી ચિકિત્સક હૈરાન છે. હવે રિસર્ચમાં એ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે રસી લગાવ્યા બાદ પણ રોગપ્રતિકારક શકિત કેમ ન બની.

કિંગ જોન મેડિકલ યુનિવર્સિટીના બ્લડ એન્ડ ટ્રાન્સફ્યૂજન વિભાગમાં કામ કરનારા હેલ્થ વર્કરોના સેમ્પલ લઈને એન્ટીબોર્ડીની તપાસ કરવામાં આવી. આવો સ્ક્રિનિંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં આ પહેલી વાર થઈ છે. અત્યાર સુધીમાં લગભગ ૧ હજાર લોકોના ટેસ્ટ પર એન્ટીબોડી તપાસ થઈ ચૂકી છે. હજુ લગભગ ૪ હજાર લોકોનું મેડિકલ ચેકઅપ બાકી છે.

ટેસ્ટમાં એ વાત સામે આવી છે કે ૭ ટકા લોકોમાં રસીના બે ડોઝ બાદ પણ એન્ટીબોડી નથી બની શકી. બ્લડ એન્ડ ટ્રાન્સફ્યૂજન વિભાગની વિભાગાધ્યક્ષ તૂલિકા ચંદ્રાના જણાવ્યાનુસાર આ મામલામાં હજું વધારે રિસર્ચની જરુર છે.

તેમણે કહ્યુ કે અમે લોકોના ૪ હજાર હેલ્થ વર્કર્સનું સ્ક્રિનિંગ કરી એન્ટીબોડી ચેક કરી રહ્યા છીએ. આવું પહેલીવાર થઈ રહ્યુ છે. અમે અત્યાર સુધીમાં ૧ હજાર લોકોનું એન્ટીબોડી સ્ક્રિનિંગ કર્યુ જેમાંથી લગભગ ૭ ટકા લોકોમાં એન્ટીબોડી બની નથી. તેમનું રસીકરણ થઈ ચૂકયુ છે. આખરે કેમ એન્ટીબોડી ન બની એ તપાસનો વિષય છે. એ પણ તપાસવામાં આવશે કે આની પાછળ કોઈ હોરમોનલ કારણ તો નથીને.

(10:53 am IST)