Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ગુડ ન્યુઝ...૬૩ દિવસ બાદ ૧ લાખથી ઓછા કેસ નોંધાયા

દેશભરમાં કોરોનાએ ઠેકડા મારવાનું હળવુ કર્યુઃ ઓછા થઈ રહેલા કેસ અને વધતા રસીકરણથી રાહત : ચોવીસ કલાકમાં ૮૬૪૯૮ કેસઃ ૨૧૨૩ના મોતઃ કુલ કેસ ૨૮૯૯૭૪૭૩: કુલ મૃત્યુઆંક ૩૫૧૩૦૯: કુલ વેકસીનેશન ૨૩૬૧૯૮૭૨૬ થયું

નવી દિલ્હી, તા. ૮ :. ભારતમાં કોરોનાના કેસો ઝડપથી ઘટવા લાગ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં એક લાખથી પણ ઓછા નવા કેસ સામે આવ્યા છે જે ૫ એપ્રિલ ૨૦૨૧ બાદ એટલે કે ૬૩ દિવસમાં પહેલીવાર આ આંકડો ઘટયો છે. ૫ એપ્રિલે દેશમાં ૯૬૫૫૭ નવા કેસ આવ્યા છે તે અત્રે નોંધનીય છે. બીજી તરફ રોજ થઈ રહેલા મોતના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૮૬૪૯૮ નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૨૧૨૩ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૨૪ કલાકમાં ૧૮૨૨૮૨ દર્દીઓ સાજા થયા છે જ્યારે કુલ કેસની સંખ્યા થઈ છે ૨૮૯૯૭૪૭૩. હાલ એકટીવ કેસ ૧૩૦૩૭૦૨ છે. અત્યાર સુધીમાં કુલ ૨૭૩૪૧૪૬૨ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩૫૧૩૦૯ લોકોના મોત થયા છે. ગઈકાલે ૧૮૭૩૪૮૫ લોકોનું ટેસ્ટીંગ થયુ હતુ. આ સાથે કુલ ટેસ્ટીંગનો આંકડો પહોંચ્યો છે ૩૬૮૨૦૭૫૯૬. દેશમાં ગઈકાલે ૩૩૬૪૪૭૬ લોકોને રસી આપવામાં આવી હતી. કુલ ડોઝ ૨૩૬૧૯૮૭૨૬ લોકોને આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ ૩૦૨૮૨૮૯ લોકોને અને બીજો ડોઝ ૩૨૬૧૮૭ લોકોને અપાયો છે.

આ પહેલા ૧લી એપ્રિલ ૨૦૨૧ના રોજ દેશમાં ૮૧૦૦૦ નવા કેસ નોંધાયા હતા. જે પછી કેસ વધતા ગયા હતા જો કે હવે ઘટી રહેલા કેસ અને વધતા વેકસીનેશનથી રાહત મળી છે.

(10:52 am IST)