Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અનેક કોરોનાગ્રસ્ત મૃતદેહો ગંગામાં ફેંકી દેવામાં આવેલ, ત્યાં પાણીમાં કોરોના વાયરસ મોજુદ છે કે કેમ તેની મોદી સરકાર તપાસ કરાવી રહી છે

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને બિહારમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સેંકડો મોત નીપજ્યાં.  ગંગામાં અનેક મૃતદેહો ફેંક્યા હોવાના પણ સમાચાર છે.  હવે લખનૌની ટોક્સિકોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શોધી રહી છે કે શું કોરોના વાયરસ આ નદીના પાણીમાં છે કે કેમ ?

    કોરોના રોગચાળા દરમિયાન યુપી અને બિહારમાં પસાર થતી ગંગામાં મૃતદેહો ફેંકવામાં આવ્યા હતા.

આ સ્થળે ગંગાજળમાં કોરોના વાયરસ અથવા સાર્સ-કોવીદ-૨ ની હાજરી હોવા અંગે તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર આ અંગે અભ્યાસ કરી રહી છે અને એકાદ ડઝન નમૂના લેવામાં આવ્યા છે.

(1:19 am IST)