Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

હવે CoWIN સર્ટિફિકેટ સાથે લિંક થશે પાસપોર્ટ : વિદેશ જવા ઇચ્છતા લોકો માટે સરકારની નવી ગાઇડલાઇન જાહેર

'બીજા ડોઝ માટે એવાં લોકોએ પાસપોર્ટ આઇડીના રૂપમાં ઉપયોગ કરવાનો રહેશે

નવી દિલ્હી : કોરોના વેક્સિન લીધા બાદ કોઇએ પણ કોઇના કોઇ કામ માટે વિદેશ જવાની ઇચ્છા રાખનારા લોકો માટે ભારત સરકાર દ્વારા SOP જારી કરવામાં આવી છે.

એવું કહેવામાં આવ્યું છે કે, કોવિન પ્રમાણપત્ર આવાં મુસાફરોના પાસપોર્ટ સાથે જોડવામાં આવશે. પાસપોર્ટ અને વેક્સિન માટેનું પ્રમાણપત્ર એવાં લોકો માટે લિંક કરવામાં આવશે કે જેઓ અભ્યાસ માટે, રોજગાર માટે વિદેશ જવા માંગતા હોય.

આ સિવાય, ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક માટે ભારતીય દળના જે ખેલાડીઓ અને બાકીના કર્મચારીઓ છે તેમના પાસપોર્ટને પણ કોવિન વેક્સિનના પ્રમાણપત્ર સાથે લિંક કરવામાં આવશે.

એવું કહેવામાં આવ્યું છે કે, પ્રમાણપત્રમાં વેક્સિનનો પ્રકાર કોવિશિલ્ડ તરીકે લખવામાં આવશે. આ સિવાય અન્ય કોઇ ક્વોલિફાઇંગ પ્રવેશની જરૂર રહેશે નહીં. SOP માં આગળ કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર જણાવવામાં આવ્યું છે કે જેને નિષ્ણાંતોએ હવે 12 થી 16 સપ્તાહ એટલે કે 84 દિવસનું કરી દીધું છે. SOP માં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ઉપર જણાવેલી કેટેગરીમાં આવે છે અને બીજો ડોઝ વહેલો લેવાની માંગ કરે છે કારણ કે તેણે વિદેશ જવું છે તો તેની વ્યવસ્થા પહેલાં કરવી પડશે.

કેવાં લોકોને 84 દિવસ પહેલાં લગાવવામાં આવશે કોરોના વેક્સિનનો બીજો ડોઝ વિદ્યાર્થીઓને કે જેમને અભ્યાસ માટે વિદેશ જવાનું છે.જેઓએ વિદેશમાં જઇને રોજગાર, નોકરી કરવાની છે.એથલીટ, ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફ કે જેઓ ટોક્યોમાં યોજાનાર ઓલમ્પિક ગેમ્સમાં ભાગ ભજવે છે.

વેક્સિનનો બીજો ડોઝ આપતી વખતે પ્રશાસને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. તેમાં એ પણ જોવામાં આવશે કે, ડોઝમાં ઓછામાં ઓછો 28 દિવસનું અંતર હોવું ખાસ જરૂરી રહેશે. ટ્રાવેલ ડોક્યુમેન્ટ પણ ચેક કરવામાં આવશે. વધુમાં જણાવવામાં આવ્યું કે, 'બીજા ડોઝ માટે એવાં લોકોએ પાસપોર્ટ id ના રૂપમાં ઉપયોગ કરવાનો રહેશે. જેથી વેક્સિન સર્ટિફિકેટ પર પાસપોર્ટ નંબર પ્રિન્ટ કરવામાં આવે. આ સુવિધા એવાં લોકો માટે છે કે જેઓએ 31 ઓગસ્ટ પહેલાં વિદેશ જવાનું છે.'

(9:54 am IST)