Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

હવે વિદેશ યાત્રાએ જનારા લોકોને 28 દિવસ બાદ મળશે કોવીશીલ્ડનો બીજો ડોઝ:કેન્દ્રની નવી ગાઇડલાઇન જાહેર

વિદેશ યાત્રા માટે કોવિશીલ્ડવાળાને વેક્સિનેશન સર્ટિફિકેટ અપાશે :સર્ટિફિકેટ પર પાસપોર્ટ નંબરનો પણ ઉલ્લેખ હશે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વિદેશ યાત્રા પર જનારા માટે વેક્સિનની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. વિદેશ યાત્રા પર જો કોઈ જઈ રહ્યું છે તો પ્રથમ ડોઝના 28 દિવસ બાદ ગમે ત્યારે કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકાય છે. સામાન્ય રીતે કોવિશીલ્ડ માટે કેન્દ્ર સરકારે પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહનો સમય રાખ્યો છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ યાત્રા માટે કોવિશીલ્ડવાળાને વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ પર પાસપોર્ટ નંબરનો પણ ઉલ્લેખ હશે. ભારતની બીજી વેક્સિન કોવૈક્સીન તે માટે ક્વોલિફાઇ કરી રહી નથી.

આ ગાઇડલાઇન તે લોકો માટે જારી કરવામાં આવી છે જે 18 વર્ષથી વધુ ઉંમરના છે અને 31 ઓગસ્ટ સુધી વિદેશ યાત્રા પર જવા ઈચ્છે છે.

તેમાં અભ્યાસ માટે વિદેશ જઈ રહેલા વિદ્યાર્થીઓ, નોકરી માટે વિદેશ જઈ રહેલા લોકો, ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ ખેલાડી અને તેની સાથે આવનાર સ્ટાફ સામેલ છે.

આ વ્યવસ્થા તેના માટે કરવામાં આવી છે. સામાન્ય રીતે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહના ગેસનો નિયમ છે, પરંતુ આ કેટેગરીમાં વિદેશ જનારાને જલદી બીજો ડોઝ લાગી શકે છે. ઓથોરિટી જોશે કે પ્રથમ ડોઝને લાગેલાના 28 દિવસ થયા છે. જલદી આ કેટેગરીમાં વિદેશ જનારા માટે આ ખાસ વ્યવસ્થા કોવિન પ્લેટફોર્મ પર પણ જોવા મળશે.

(12:49 am IST)