Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમેરિકા બાદ હવે રશિયા પણ ઓપન સ્કાય સંધિથી બહાર :જૉ બાઈડન સાથેની બેઠકના દસ દિવસ પહેલા જ એલાન

શિખર વાર્તાના 10 દિવસ પહેલા રશિયાએ અમેરિકને મોટો ઝટકો આપ્યો

 

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડન અને રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની શિખર વાર્તાના 10 દિવસ પહેલા રશિયાએ અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે.

પુતિને સોમવારે એ કરાર પર સહી કરી નાખી છે, આ સંધિ મુજબ દેશની સેના પર નજર રાખવા માટેની પરવાનગી આપવામાં આવતી આંતરરાષ્ટ્રીય સૂચનોમાંથી હવે રશિયા બહાર નીકળી ગયું છે. અમેરિકા આ સંધિમાંથી પહેલા જ અલગ થઈ ગયું છે. ઉલ્લેખનીય એ છે કે 16 જૂનના રોજ બાઈડન અને પુતિન વચ્ચે શિખર ચર્ચા થવાની છે

અમેરિકાના અધિકારીઓએ રાશિયાને જણાવ્યું હતું કે જૉ બાઈડનના આવ્યા બાદ અમેરિકા ફરી ઓપન સ્કાય સંધિમાં ફરી સામેલ થવાનું નથી. આ નિર્ણય બાદ રશિયાના સાંસદોએ પણ સમર્થન આપ્યું.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમ્યાન જ તેઓ આ સંધિમાંથી અલગ થઈ ગયા હતા. એ સમયે ટ્રમ્પ દ્વારા રશિયા પર આરોપ લગાડવામાં આવ્યો હતો કે રશિયા આ સંધિનું પાલન નથી કરી રહ્યું. જ્યારે રશિયા કહે છે કે અમેરિકા આ નિયમોનું પાલન નથી કરી રહ્યું.
આ સંધિનો મુખ્ય હેતુ રશિયા અને બીજા પશ્ચિમી દેશો વચ્ચે વિશ્વાસ વધારવાનો હતો. આ સંધિ મુજબ ત્રણ ડઝનથી પણ વધુ દેશોના સેના ક્ષેત્રમાં શું શું ગતિવિધિઓ થઈ રહી છે તે માટે એકબીજાના સેના ક્ષેત્ર પર આકાશમાંથી નજર રાખી શકતા હતા. આ સંધિ 2002માં લાગુ પાડવામાં આવી હતી. અને અત્યાર સુધીમાં 1500 થી વધુ ઉડાનો બીજા દેશો પર નજર રાખવા માટે કરવામાં આવી. સાથે જ એ પણ ધ્યાન રાખવામાં આવ્યું કે અન્ય દેશો તેમના સાધનોતો નથી વધારી રહ્યું.

(12:26 am IST)